તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીમોલીશન:ભાવનગરના પાટણા ગામમાં જર્જરિત પાણીની ટાંકી માત્ર પાંચ સેકન્ડમાં થઈ જમીનદોસ્ત

ભાવનગર3 મહિનો પહેલા
  • ચોમાસા દરમિયાન અકસ્માત સર્જાય તે પહેલા ટાંકી દૂર કરવામા આવી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામે જૂની જર્જરીત ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે, જેમાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીના ભાગરૂપે જૂની ટાંકીને પાડવામાં આવી હતી. પાણીની વિશાળ ટાંકી જર્જરિત થઈ ગઈ હોય તંત્ર દ્વારા માત્ર પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની માફક ટાંકીને જમીન દોસ્ત કરી દેવાઈ હતી.

ભાવનગર શહેર અને જિલ્લામાં તંત્ર અનેક જર્જરિત મકાનો, બિલ્ડીંગ સહિતઓ ને નોટિસ પાઠવવામાં આવી છે, આવી તૈયારીના ભાગરૂપે વલ્લભીપુરના પાટણાં ગામે આવેલી જૂની અને જર્જરીત ટાંકીને સલામત રીતે તોડીને જમીનદોસ્ત કરવામાં આવી છે, ટાંકી ઘણાં સમયથી જર્જરીત હતી અને ચોમાસાની ઋતુમાં જો તે નમી પડે કે પડી જાય તો કોઇ જાનહાની ન થાય તે માટે વલ્લભીપુર વહીવટી તંત્ર દ્વારા સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...