ખનીજચોરી:ભાવનગરના નારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરી રહેલા 2 શખ્સો ઝડપાયા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ટ્રેક્ટર તથા લોડર મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
  • શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગરના નારી ગામે ગેરકાયદે ખનન કરી ખનીજચોરી કરી રહેલા ઝડપાયા છે. સીટી મામલતદાર તથા ટીમે શહેરના નારી ગામે આવેલી સરકારી પડતર જમીનમાં ગેરકાયદે ખનન કરી ખનીજચોરી કરતાં શખ્સોને ઝડપી તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. જેથી ખનીજચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ મથકે પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રે સીટી મામલતદાર ધવલ રવીયા તથા ટીમને બાતમી મળી હતી કે, નારી ગામે ગૌચરની સરકારી પડતર જમીનમાં કેટલાક શખ્સો ગેરકાયદે ખોદકામ કરી કિંમતી ખનીજ કાઢી બારોબાર વેચાણ કરી રહ્યા છે.

આ માહિતી આધારે મામલતદાર રવીયા તથા ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી ખનીજનું ખોદકામ કરતાં એક લોડર તથા માટી ભરી વહન કરી રહેલા એક ટ્રેક્ટર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મુદ્દામાલ કબ્જે કરી તેનો કબ્જો વરતેજ પોલીસને હવાલે કર્યો હતો. સીટી મામલતદારે હાથ ધરેલી કાર્યવાહીને પગલે ખનીજચોરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...