ભાદરવામાં ભરપૂર:ભાવનગરના મહુવામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં 125 મિમી, ગારીયાધારમાં 22 મિમી, સિહોરમાં 8 મિમી, જેસર અને તળાજામાં 4-4 મિમી, ઘોઘા તથા વલ્લભીપુરમાં 2-2 મિમી ખાબક્યો

ભાવનગરમાં છેલ્લા 4-5 દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. વરસાદની આગાહી વચ્ચે 3-4 દિવસથી મોડીરાત્રીના સમયે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, આ ઉપરાંત કેટલાક તાલુકામાં અને કેટલાક ડેમ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ખેતી પાક માટે હાલ સારા વરસાદની જરૂરીયાત છે. ભાદરવા માસમાં ગરમી અને બફારાનુ જોર વધતા લોકોમાં અકળાયા હતા.

3-4 દિવસથી જોરદાર વીજળીના કડાકા ભડાકા થાય છે
ભાવનગર શહેર અને જિલ્લામા 3-4 દિવસથી મોડીરાત્રીના વરસાદી માહોલ જામે છે, આકાશમાં ઘટાટોપ વાદળો જોવા મળ્યા હતા, અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, 4 થી 5 દિવસ દરરોજ રાત્રીના 2 થી 3 કલાકમાં અડધા થી 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, વીજળીના કડાકા-ભડાકા થતા લોકો નિંદરમાંથી જાગી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વીજળીના કડાકા થતા લોકોએ ઘરના બારણા પણ બંધ કરી દીધા હતાં. બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમી અને બફારાનુ જોર વધી રહ્યુ હતુ,

ભાવનગરમાં વરસાદ પડતા વીજળી ગુલ
ભાવનગર શહેરમાં 3-4 દિવસથી મોડીરાત્રીના વરસાદ પડતાની થોડવાર બાદ વીજળી ગુલ થઈ ગઈ હતી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વીજ પુરવઠો ખોરવાતા ઘણા લોકોની નિંદર બગડી હતી. કેટલાક વિસ્તારમાં અડધી કલાકમાં તો કેટલાક વિસ્તારમાં એક કલાક બાદ વીજ પુરવઠો આવ્યો હતો તેથી લોકોમાં કચવાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...