હુમલો:ભાવનગરના કરચલીયાપરામા જૂની અદાવતે એક શખ્સે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
  • હુમલાખોર વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ભાવનગર શહેરના મીઠાના અગર પાસે રહેતો યુવાન કરચલીયાપરામા તેના મિત્ર સાથે બાઈક લઈને જઈ રહ્યો હતો. તે વેળાએ જૂની અદાવતે આજ વિસ્તારમાં રહેતા શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેથી યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના જૂના બંદર રોડપર આવેલા અગરીયાવાડમા રહેતો સાગર શાંતિ વાજા ઉ.વ.18 તેનું બાઈક લઈ મિત્ર સાથે કરચલીયાપરામા જતો હતો. આ દરમિયાન જૂની અદાવતે આરોપી પ્રશાંત મુકેશ મકવાણા એ સાગરને રોડ વચ્ચે આંતરી બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. છરીનો એક ઘા સાગરનાં પેટમાં મારી નાસી છુટ્યો હતો. જેથી ઈજાગ્રસ્તને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવારના અંતે યુવાને પ્રશાંત મુકેશ મકવાણા વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...