તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રસંશનીય કામગીરી:ભાવનગરના ધારુકા ગામે 108ની ટીમે ખેતરમાં જ સફળ પ્રસુતિ કરાવી બે જિંદગી બચાવી

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરાળા તાલુકાના ધારુકા ગામે વલ્લભીપુર 108ની ટીમને પ્રેગ્નન્સીનો કેસ આવતા તાત્કાલિક સ્થળ પર પહોચી
  • દર્દીને દર્દ ઉપડતા ખેતરમાં જ 108ની ટિમ દ્વારા સફળ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરાઈ

28ને શનિવારના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામથી 108ની પ્રેગ્નન્સીનો કેસ મળતા વલ્લભીપુર 108ની ટીમ ધારૂકા પહોંચતા કેસ વાડી વિસ્તારમાં હતો જે દર્દી નીતાબેન રમણભાઈ નાયક ઉંમર વર્ષ 30 ચોથી ડીલેવરી હતી તે ખેતરમાં કામકાજ કરતા હતા ત્યાં જ પ્રસૂતિ નું દર્દ ઉપાડતા તાત્કાલિક ખેતરમાં જ સુવરાવી ઇએમટી નિલેશભાઈ રામાનુજે સ્થળ ઉપર તપાસ કરતાં બાળકનું માથું દેખાયેલ તરત જ સમય સૂચકતા વાપરીને સ્થળ ઉપર જ સફળ ડિલિવરી કરાવી હતી, બાળકને મસાજ કરતા બાળક રડવા લાગે ત્યારબાદ જરૂરી બેબી કેર કરી માતાને જરૂરી સારવાર આપી હતી.

નજીકના સરકારી દવાખાને સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉમરાળામાં દાખલ કરેલ ત્યાં હાજર ડોક્ટર દેવાણી તપાસ કરી માતા અને બાળક અને જોખમી પરિસ્થિતિમાંથી બહાર છે તેમ જણાવેલ આમ વલભીપુર 108ની ટીમે બે જિંદગી બચાવી હતી, ઈએમટી નિલેશ રામાનુજ, પાઇલોટ નરેન્દ્ર સિંહ ગોહિલએ સરાહનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...