• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Bhavnagar, Women Voters Increased By 14,000 Compared To Men, Male Voters Increased By 94,850 In The District, Women Voters Increased By 1,09,077.

એનાલિસિસ:ભાવનગરમાં પુરૂષોની તુલનામાં 14 હજાર મહિલા મતદારો વધ્યા, જિલ્લામાં પુરૂષ મતદારો 94,850 વધ્યા મહિલા મતદારોમાં 1,09,077નો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની 7 બેઠકોમાં 1000 પુરૂષ મતદારોએ મહિલાની સંખ્યા સરેરાશ 916 હતી તે હવે વધીને 939 થઇ

રાજ્યમાં મતદારોના અંતિમ આંકડા પ્રકાશિત કરવામાં આવ્યાં છે જેમાં એક નોંધપાત્ર પરિવર્તન એ છે કે છેલ્લાં 5 વર્ષમાં જે આંકડા જાહેર થયા તે મુજબ જિલ્લામાં જે સાત વિધાનસભા બેઠકો આવેલી છે તેમાં પુરૂષોની તુલનામાં મહિલા મતદારોની સંખ્યા વધુ વધી છે. જે નોંધપાત્ર પરિવર્તન છે. 2017ની મતદાર યાદીની તુલનામાં આ 2022ની જે યાદી જાહેર થઇ તેમાં 5 વર્ષમાં પુરુષ મતદારોમાં 94,850નો વધારોનોંધાયો જ્યારે મહિલા મતદારોમાં 1,09,077નો વધારો થયો છે. તો મહિલા મતદારોની પ્રતિ 1000 પુરૂષે સરેરાશ 2017માં 916 હતી તે વધીને હવે 939 થઇ ગઇ છે.

પુરુષ મતદારોની કુલ સંખ્યા 9,44,526 જે જે અગાઉ 2017માં 8,49,676 હતી એટલે કે પુરુષ મતદારોમાં આ 7 બેઠકોમાં 94,850નો વધારો નોંધાયો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 2017માં કુલ 7,78,249 હતી તે વધીને હવે 8,87,326 થઇ ગઇ છે. એટલે કે તેમાં 1,09,077નો વધારો થયો છે. એટલે કે ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાં પુરૂષ મતદારોની તુલનામાં મહિલા મતદારો 14,227 વધ્યા છે. તાજેતરમાં ભાજપ પ્રમુખે મહિલાઓને ટિકીટ વધારવા વિધાન કર્યું તે માટે આ આંકડા જવાબદાર હોઈ શકે.

જિલ્લાની 2017ની મતદાર યાદી
-16,27,954
કુલ મતદાર
-8,49,676
પુરૂષ મતદાર
-7,78,249
મહિલા મતદાર
-916
મહિલાની સરેરાશ

થર્ડ જેન્ડરની સંખ્યા પણ વધી
ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભા મતક્ષેત્રમાં 2017માં થર્ડ જેન્ડરના કુલ 29 મતદારો હતા તે હવે 2022માં વધીને 40 થઇ ગયા છે.

ઉપેક્ષિતતા દુર થવાથી મહિલાઓમાં રાજકીય સભાનતા વધી
હવે સમાજમાં દીકરીઓ પત્યે જે ઉપક્ષિતતા હતી તે ધીમી ધીમે દુર થતી જાય છે. જેથી દીકરીઓ 18 વર્ષની થાય એટલે ચૂંટણી કાર્ડમાં નામ નોંધણી કરાવતા થયા છે અગાઉ મહિલાઓની અવગણના કરવામાં આવતી. વળી હવે દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. આ જાગૃતતાને લીધે સંખ્યા વધી છે. રાજકીય પક્ષો પણ મતદાર નોંધણીમાં દીકરીઓને મહત્વ આપતા થઇ ગયા છે. ચૂંટણી વિભાગ પણ શાળાઓમાં 18 વર્ષે મતદાન નોંધણીનો પ્રસાર કરે છે તેનો ફાળો પણ મહત્વપૂર્ણ છે. શિક્ષણના ફાળાથી મહિલાઓમાં રાજકીય જાગૃતતા વધી છે. જેથી હવે ચૂંટણીઓમાં કોઇ રાજકીય પક્ષ મહિલાઓને અવગણી શકે તેમ નથી. > ડો.એચ.એલ. ચાવડા, અધ્યક્ષ, સમાજશાસ્ત્ર ભવન, એમકેબી યુનિ.

જિલ્લાની 2022ની મતદાર યાદી
-18,31,892
કુલ મતદાર
-9,44,526
પુરૂષ મતદાર
-8,87,326
મહિલા મતદાર
-939
મહિલાની સરેરાશ

અન્ય સમાચારો પણ છે...