તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભાવનગરમાં નવા મહિનાનું મુહૂર્ત કરવા વેપારીઓએ દુકાન ખોલતા તંત્રએ 11 દુકાનો સીલ કરી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફટાફટ શટર પાડી દુકાનો બંધ કરી

આજથી વૈશાખ માસનો પ્રારંભ થતાં ભાવનગર શહેર માં અનેક વેપારીઓ બેસતાં મહિના નિમિત્તે દુકાનોમાં સાફ-સફાઈ સાથે બેસતાં મહિનાની બોણી કરવા આવતાં બીએમસી ની માસ્ક ડ્રાઈવ ટીમે 11 વેપારીઓ ની બોણી બગાડી દુકાનોને સીલ કરી દેતાં વેપારીઓ મનોમન સમસમી ઉઠ્યાં હતાં.

શહેરમાં કોરોના મહામારી નું સંક્રમણ ઓછું થતું જાણી તથા આજથી વૈશાખ માસનો આરંભ થતો હોય આજે વહેલી સવારે શહેરની મુખ્ય બજારોમાં અનેક વેપારીઓ દુકાનોમાં સાફસફાઈ સાથે બેસતાં મહિનાની બોણી કરવા આવતાં માસ્ક ડ્રાઈવ ટીમ ત્રાટકી હતી અને ગ્રાહકોની રાહે બેસેલા વેપારીઓ ને કાયદા ભંગના ગુનામાં લઈ બેસતાં મહિના ની બોણી બગાડતા વેપારીઓ અકળાઈ ઉઠ્યાં હતાં અને અધિકારીઓ સાથે જીભાજોડી શરૂ કરી હતી પરંતુ અધિકારીઓ ટસ ના મસ થયા ન હતાં અને કાયદા મુજબ કાયૅવાહી કરી હતી આજે અધિકારીઓ એ કેટલાક એવા વેપારીઓ ને પણ ટાર્ગેટ કયૉ હતાં જે વેપારીઓ ને ભાવનગર સિવાય અન્ય મહાનગરોમાં ધંધો કરવાની છુટછાટ જાહેર કરી છે.

જેમાં આજે શહેરના સાગર કોમ્પ્લેક્ષ, મોચી બજાર, વડવા ચોરા તેમજ ભાયાણીના ડેલા સહિતના વિસ્તારોમાં ખુલ્લી રહેલી ફોટો લેમીનેશન, ફુટવેર તેમજ વાસંણ ભંડાર સહિતની 11 દુકાનોને સીલ મારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, છેલ્લા એક અઠવાડીયાથી શહેરમાં જાહેરનામાનો ભંગ કરી અડધા શટરે 70 થી વધુ દુકાનો ખોલી ધંધો કરતા વેપારીઓ સામે દુકાનો બંધ કરાવી કાર્યવાહી કરવા માટે મહાપાલિકાની ટીમ દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું છે, જેના ભાગરૂપે દરરોજ આઠ થી દસ દુકાનો સીલ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...