ભાવનગર જિલ્લામાં આવેલી કોલસાની ખાણોમાંથી લોડીંગ વાહનો દ્વારા વહન કરાતાં કોલસાના જથ્થામાંથી કેટલોક કોલસો નિયત સ્થળે ઉતારી આ કોલસાના સ્થાને કાળા પથ્થરો ભેળવી કોલસાની દાણચોરી કરતી ગેંગનો ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે.
ઈસમો દ્વારા કરાઈ રહેલી કામગીરી શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરાઈ હતી
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ શહેરમાં કાયદો-વ્યવસ્થા અકબંધ રાખવા પેટ્રોલીંગમા હોય એ દરમિયાન જવાનોને શહેરના જૂના બંદર રોડ પર આવેલ આલ્કોક એશડાઉન તરફ જવાનાં રોડપર શ્રીજી સોલ્ટ કેમિકલ્સ ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો દ્વારા કરાઈ રહેલી કામગીરી શંકાસ્પદ જણાતા ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જેમાં ત્રણ શખ્સો દ્વારા કોલસો ભરેલા ટ્રક માથી અસ્સલ કોલસો કાઢી તેના બદલે કાળા પથ્થરની ભેળસેળ કરતાં હોવાનું ધ્યાનમાં આવતા એલસીબી ની ટીમે સ્થળ પરથી મોટી માત્રામાં કોલસાનો જથ્થો તથા એક ટ્રેક્ટર લોડર અશોક લેલન્ડ આઈવા કંપનિનુ ડંમ્પર મોબાઈલ નંગ. 4 મળી કુલ રૂ.12,50,250નો મુદ્દામાલ સાથે અશ્ર્વિન લક્ષ્મણ મકવાણા ઉ.વ.32 રે.કાળીયાબિડ ધર્મેન્દ્ર ઉર્ફે કાળું પ્રવિણ પરમાર ઉ.વ.37 રે.રાણીકા તથા પ્રતાપ નાગર ઈંદરીયા ઉ.વ.32 રે.સડલા ગામ તા.મૂળી જિ.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.