તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો રસીકરણ વિના પાછા ફર્યા:ભાવનગરમાં એક દિવસે કોવીશિલ્ડ તો બીજા દિવસે કોવેક્સિનની અછત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6000 ની જરૂરિયાત સામે 3000થી વધારે રસીનાં ડોઝ ઉપલબ્ધ નથી
  • રસીકરણ 55 ટકાએ પહોંચ્યું, બેદિવસથી અછત

હાલમાં કોરોના ની રસીને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે અને મહાનગરપાલિકા પોતે વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે મ. ન.પા પાસે રવિવારે કોવેક્સિન અને સોમવારે કોવીશિલ્ડ નો જથ્થો શૂન્ય પહોંચ્યો હતો. રોજ અલગ અલગ વેક્સિન ની અછત સર્જાતા રસીકરણ માટે લોકો સેન્ટર નાં ધક્કા ખાઈ રહ્યા છે અને શું કરવું તેની પણ ખબર નથી પડી રહી. ભાવનગર નાં લોકો એક દિવસે સેન્ટર પર જાય ત્યારે એક વેક્સિન અને બીજા દિવસે બીજી વેક્સિન ખાલી હોય તેવી પરિસ્થતિ સર્જાઈ છે.

બંને રસી ઓછી હોવાથી રસીકરણ પણ ટાર્ગેટ નાં 55 ટકાથી વધારે થયું નથી.ભાવનગર માં રોજિંદા 6000 વ્યક્તિઓને રસી આપવાનો ટાર્ગેટ હોય છે. એટલેકે 6000 કે તેથી વધુ વેક્સિન ની પણ જરૂરિયાત હોવાની. આ જરૂરિયાત ની સામે શનિવારે 4000, રવિવારે 2500 અને સોમવારે 3000 રસી નાં ડોઝ ભાવનગર પહોંચ્યા હતા. હાલમાં વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો દ્વારા કોરોના નાં રસીકરણ માટે પણ કેમ્પ યોજી રહ્યા છે.

કોરોના ની ત્રીજી લહેર વિશે નિવેદનો આવી રહ્યા છે ત્યારે તેની શક્યતાને ધ્યાન માં રાખીને શહેરીજનો વેક્સિન મુકાવવા માટે રસીકરણ કેન્દ્ર પર પહોંચે પરંતુ વિલા મોઢે પાછા આવી જાય છે. મહાનગરપાલિકા દ્વારા સરકાર તરફથી જ ખૂબ ઓછો જથ્થો આવી રહ્યો છે તેવું સ્વીકારવામાં આવ્યું છે. આ સ્થિતિમાં મ. ન.પ દ્વારા પાસે પડેલા તમામ ડોઝ વાપરીને પણ રસીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ ત્રીજી લહેર આવે ત્યાં સુધીમાં જો આવી જ પરિસ્થતિ રહી તો કેટલા લોકો રસીકરણ કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...