ગરમી યથાવ:ભાવનગરમાં 40.4 ડિગ્રી સાથે તાપમાન ઘટ્યું, રાત્રે તાપમાન ઘટીને 25.4 ડિગ્રી નોંધાયુ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 26 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો : હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા થઇ ગયુ

ભાવનગર શહેરમાં હીટ વેવની આગાહીના અંતિમ દિવસે બપોરે તાપમાન ઘટીને 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયેલું પણ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધીને 51 ટકા તેમજ ગરમ પવનની ઝડપ 26 કિલોમીટર રહેતા બપોરના સમયે ગરમીનો માહોલ યથાવત રહ્યો હતો.ભાવનગર શહેરમાં હવે કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળે તેવી આગાહી છે. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે 1.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ તે આજે ઘટીને 25.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 48 ટકા હતું તે આજે વધીને 51 ટકા થઇ જતા નગરજનોને અસહ્ય બફારો અનુભવ્યો હતો. શહેરમાં આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે વધીને 26 કિલોમીટર થઇ ગઇ હતી. આમ ભાવનગર શહેરમાં ગત તા.28 એપ્રિલથી રાજસ્થાનમાંથી ફૂંકાતા ગરમ પવનને લીધે હીટવેવ સર્જાયો હતો. હવે આવતીકાલ તા.3 મેથી આ હીટવેવમાં રાહત રહેશે.

તાપમાનમાં ઘટાડો
તારીખ બપોરે તાપમાન

2 મે 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ
1 મે 42.0 ડિગ્રી સેન્ટીગ્રેડ
30 એપ્રિલ 43.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...