ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક ડ્રાઈવ યોજી હતી. કોર્પોરેશનની સોલીડવેસ્ટ વિભાગની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં-સંગ્રહ કરતાંઓ પર તવાઈ બોલાવી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ વેપારીઓ પાસેથી આકરો દંડ વસુલ્યો હતો.
કોર્પોરેશનની સોલીડવેસ્ટ વિભાગની અલગ અલગ ટીમો આજે સવારથી જ મેદાનમાં ઉતરી હતી. શહેરની અનેક બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ તથા વેચાણ કરતાં આસામીઓ-વેપારીઓને ઝડપી તેમની પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરી દંડ વસુલ્યો હતો. ટીમ ડ્રાઈવ પર હોવાની વાત વાયુવેગે પ્રસરતા અનેકે પ્લાસ્ટિકનો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો.પ્લાસ્ટિક ડ્રાઇવથી વેપારીઓમા ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.