તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણપતિ વિસર્જન:ભાવનગરમાં ગણપતિ બાપાના જયઘોષ સાથે શ્રીજીની પ્રતિમાંનું વિસર્જન કરવામાં આવ્યું

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં સ્થાપના કરેલી ઈકો ફ્રેન્ડલી મૂર્તિનુ લોકોએ ઘરમાં જ વિસર્જન કર્યું
  • જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી

ભાવનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાં ગણેશ મહોત્સવની ધામધુમથી ઉજવણી થઈ હતી. ગ્રામ્યવિસ્તારોમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઘર માટે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરતા હોય છે, એ લોકોએ પાંચ દિવસ સંપન્ન થતાં કોળીયાકના દરિયા કાઠે ગણેશની પ્રતિમાંનું વિસર્જન કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં બુધવારે વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી.

લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યોગણપતિ મહોત્સવની પ્રથા ગુજરાતમાં વ્યાપક બની રહી છે. દર વર્ષે જાહેર તથા ઘર મેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવને લઈને આબાલવૃદ્ધ સહિત તમામ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો એક દિવસથી લઈને અગિયાર દિવસીય આયોજન કરતા હોય છે, જે અંતર્ગત પાંચ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓએ ગણપતિ વિસર્જનની શરૂઆત કરી છે.

ગણપતિજીની પ્રતિમાંનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવ્યુંગણપતિ વિસર્જન માટે લોકોનું સૌથી માનિતુ સ્થળ ઘોઘા તાલુકામાં આવેલો નિષ્કલંકનો સમુદ્ર તટ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં અહીં ગણપતિની પ્રતિમાંનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આજે બુધવારે સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત રહેતા લોકો દ્વારા ગણપતિજીની પ્રતિમાંનું વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...