તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકારની કોરોના અંગેની ડિસ્ચાર્જ કરવાની નવી માર્ગદર્શિકા આવ્યા બાદ દિન-પ્રતિદિન હોસ્પિટલમાંથી આઇસોલેશન વોર્ડમાંથી મુક્ત કરાયાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં વધુ 17 દર્દીઓને મુક્ત કરવામાં આવતા અત્યાર સુધીમાં કોરોના સામે જંગ જીતનારા દર્દીઓની સંખ્યા 65ને આંબી ગઇ છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે તે પૈકી 65 સાજા થઇ જતા ભાવનગરમાં કોરોનામાંથી સાજા થવાનો દર 63.73 ટકા થઇ ગયો છે.
તમામ દર્દીઓ ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશન
ભાવનગરના વણકરવાસ, આનંદનગર ખાતે રહેતા 43 વર્ષીય રેખાબેન ખોડાભાઈ પરમાર, અલકા ટોકીઝ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 20 વર્ષીય સમિરભાઈ મહેબુબભાઈ પરમાર, પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા 37 વર્ષીય નફિસાબેન મહેબુબભાઈ શેખ, પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા 40 વર્ષીય મહેબુબભાઈ અલીભાઈ શેખ, વાલ્કેટ ગેટ, કરચલીયા પરા ખાતે રહેતા માયાબેન દલપતભાઈ વાળા, વાલ્મિકી વાસ, બોરડી ગેટ ખાતે રહેતા 49 વર્ષીય ચંદ્રીકાબેન ધનજીભાઈ સરધારા, વણકરવાસ, બોરડી ગેટ ખાતે રહેતા 37 વર્ષીય ગૌરીબેન ધનેશભાઈ સુમરા, વણકરવાસ, બોરડી ગેટ ખાતે રહેતા 33 વર્ષીય રેખાબેન સવજીભાઈ સુમરા, પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 45 વર્ષીય ઈકબાલભાઈ ભિખુભાઈ બેલીમ, મોચી શેરી, સંધેડીયા બજાર ખાતે રહેતા 47 વર્ષીય આરીફભાઈ સતારભાઈ પઢીયાર, પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 25 વર્ષીય ઝૈનબબેન સાજીદભાઈ બેલીમ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 14 વર્ષીય મહમઝૈદ ફારૂકભાઈ શેખ, પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 19 વર્ષીય રફિક્તહુસૈન ફારૂકભાઈ શેખ, જવાહર કોલોની, બોરડી ગેટ ખાતે રહેતા 37 વર્ષીય મંજુલાબેન કિશોરભાઈ મકવાણા, માઢીયારોડ, અમિપરા ખાતે રહેતા 13 વર્ષીય હિરેન નરેશભાઈ રાઠોડ, પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 70 વર્ષીય શાહભાઈ દોલુભાઈ બેલીમ અને પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા 6 વર્ષીય અયાન મહેબુબભાઈ શેખુને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.