વિધાનસભાની ચૂંટણી:ભાવનગરમાં ચૂંટણી સંદર્ભે ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પોલીસ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર થતી હેરાફેરી તેમજ આચાર સંહિતા ભંગ કરનાર સામે તકેદારી હેતું ઠેરઠેર ચકાસણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સિહોર તાલુકાના સોનગઢ ખાતે વાહનોની તપાસ કરવામાં આવી હતી.

ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં
આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન માટે મતદારો અને ઉમેદવારો સંદર્ભે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ ચકાસણીના અભિયાન તળે વાહનો દ્વારા સંભવિત ગુનાખોરી સંદર્ભે થતી ગેરકાયદેસર હેરાફેરી સામે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં થઈ રહી છે.

અવર જવર કરી રહેલા વાહનોની તપાસ
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે મતદાન તારીખ પહેલી ડિસેમ્બરના રોજ યોજાશે. જેના ભાગરૂપે સિહોર તાલુકાના સોનગઢ ખાતે ચોકડી પાસે પાલિતાણા, રાજકોટ તેમજ અમદાવાદ અને ભાવનગર તરફથી આવતા વાહનોને વહીવટી તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી કોઈપણ સંભવિત ગુનાખોરી સંદર્ભે થતી ગેરકાયદે હેરાફેરી અટકાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે, સાથે માર્ગો સાથે સંકળાયેલ તેમજ સ્થાનિક વિસ્તારના અવર જવર કરી રહેલા વાહનોની તપાસ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...