તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામાં 170 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા 1128 પર પહોંચી

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આજે 79 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા
 • એક્ટિવ દર્દીઓનો સંખ્યા વિક્રમી આંક 1128ને આંબ્યો : કોરોનાના નરકથી બચવા ઘરમાં રહો એજ સ્વર્ગ
 • ભાવનગર શહેરમાં 102 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નવા 68 મળી કુલ 170 નવા પોઝિટિવ કેસ : શહેર કક્ષાએ રિકવરી રેઇટ 85.65 ટકા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો આંક જ્વાળામુખીના પ્રચંડ વિસ્ફોટની જેમ રોજેરોજ નવા નવા વિક્રમ સર્જી રહ્યો છે તેથી આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આજે એક જ દિવસમાં એકલા ભાવનગગર શહેરમાં કુલ 102 કેસ નોંધાતા ગત માર્ચથી આ વર્ષની એપ્રિલ સુધીના સમયગાળામાં પ્રથમ વખત એકલા શહેરમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ પણ 68 પોઝિટિવ કેસ નોંધાતા એક દિવસમાં નવા 170 કેસનો ઉમેરો થયો હતો. જ્યારે શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા પણ 1128ના વિક્રમી આંકને આંબી ગઇ છે.

 ભાવનગર શહેરમાં આજે 102 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 66 પુરૂષો અને 36 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે 63 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 40 પુરૂષો અને 23 મહિલાઓનો સમાવેશ થાય છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 5645 કેસ નોંધાયા છે અને તેમાં 4835 દર્દીઓ કોરનામુક્ત થતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ 85.65 ટકા નોંધાયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં આજે 68 નવા દર્દી નોંધાયા હતા અને 16 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

 તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 2737 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેમાં 2343 દર્દીઓ કોરનામુક્ત થતા રિકવરી રેઇટ ઘટીને 85.60 ટકા થઇ ગયો હતો. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હાલ 365 એક્ટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 186 લોકો હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 1676 લોકો હોમ ક્વોરન્ટાઇન છે.

દોઢ માસમાં રિકવરી રેઇટમાં 13 ટકાનો ઘટાડો
ભાવનગર શહેર-જિલ્લામાં આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસ 8382 થયા છે અને તેની સામે 7168 દર્દીઓ કોરોનામુક્ત થતા સમગ્ર જિલ્લા કક્ષાએ કોરોનાનો રિકવરી રેઇટ ઘટીને 85.52 ટકા થઇ ગયો છે. છેલ્લાં દોઢ માસમાં જિલ્લામાં રિકવરી રેઇટમાં 13 ટકાનો જબ્બર ઘટાડો થયો છે.

વાઈરસમાં ડબલ મ્યુટેશનથી ચેપ અત્યંત ઝડપથી ફેલાય છે
કોરોનામાં હાલ સ્થિતિ એ છે કે આ વાયરસમાં સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને કારણે બની રહેલાં એન્ટિબોડીને થાપ આપવામાં આ પ્રોટીન સફળ રહે છે અને ખૂબ તેજ ગતિથી શરીરમાં ફેલાઇ જાય છે. આ કારણોસર ઘણીવાર દર્દીઓને તાવ પણ શરુઆતના તબક્કામાં આવતો નથી અને તેના લક્ષણો બદલાયાં છે. હવે આ સ્થિતિમાં સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી કોરોના સામેની રસીના પ્રોટીનના બંધારણમાં પણ બદલાવો લાવવા પડી શકે છે. રસીકરણ વાઇરસને રોકવા માટેનું મોટું હથિયાર હોવાથી જેટલું બને તેટલું મહત્તમ રસીકરણ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો