નિયમોમાંથી મુક્તિ બાદ પ્રથમ મેળો:ભાવનગરમાં ધારાસભ્ય જન્માષ્ટમીમાં લોકોને મેળે ચડાવશે, બે વર્ષ બાદ મેળો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિભાવરીબેન દ્વારા જવાહર મેદાન ખાતે ત્રિદિવસીય મેળામાં 51 હજાર ગરીબ બાળકોને વિનામૂલ્યે ચગડોળ રાઈડ્સનો લ્હાવો મળશે

ભાવનગરમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન ધારાસભ્ય વિભાવરીબેન દવેના પ્રેરણા થી થઈ રહ્યું છે. બે વર્ષ એટલે કે 2017 -18 અને 18-19 જન્માષ્ટમી મેળો કર્યો હતો. પરંતુ કોરોનાના સમયે બે વર્ષથી આવું આયોજન થઈ શક્યું નહીં. કોરોનાના નિયમોમાંથી મુકિત બાદ પહેલો જન્માષ્ટમી પર્વ છે. ત્યારે “કૃષ્ણ જન્માષ્ટમી મેળો 2022"નું આયોજન ગોઠવ્યું છે.

શ્રાવણ મહિનાની છઠ્ઠ સાતમ અને આઠમ એટલે ઓગસ્ટ મહિનાની 17, 18 અને 19 ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો રહેશે. જવાહર મેદાનમાં વિશાળ જગ્યામાં આયોજન કરાયું છે, પરંપરાગત મેળાની જેમ વિવિધ સ્ટોલ ખાણી પીણી સહિત આયોજન થતું હોય છે. બાળકો માટે મીની મીડીયમ રાઇઝૂડ અને યુવાનો, મોટા માટે ઝુંબો રાઈસ ચકડોળ તો ખરા જ. જેમાં 10 વધુ ઝમ્બો રાઇડઝ મીડીયમ અને મીની રાઇઝૂડ રહેશે જેમાં ૨.૫ થી ૫ વર્ષ ના બાળકો માટે 6 થી 7 વિવિધ રાઇઝડ હશે તો 5 થી 14 વર્ષ ના બાળકો માટે અલગ 6 થી 7 રાઇઝૂડ રહેશે.

“કૃષ્ણ જન્માષ્ટમી મેળો 2022" સાંસ્કૃતિક કાર્યક્રમ વિશાલ રંગમંચ લાઈટ સાઉન્ડ પણ ઉચ્ચ ક્વોલિટી ના હોય રોશની લાઇટિંગ થી ઝગમગાટ પણ આકર્ષણ ઉભું કરે છે. આ મેળાની અંદર પ્રવેશ નિશુલ્ક હોય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ બધાને માણવા માટે હોય છે કોઈ ફી હોતી નથી. આ મેળાની વિશિષ્ટતા એ હોય છે જે કે મેળાની અંદર ગરીબ બાળકો એટલે કે આંગણવાડીના બાળકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના ગરીબ બાળકોને રાઇડ્સ એટલે કે ચકડોળના ફી પાસ આપવામાં આવતા હોય છે.

બાળકો ને આ પાસ દ્વારા રાઈઝડ ચકડોળ માં ફી બેસવા મળશે. આ વર્ષે 51,000 જેટલા બાળકોને ચકડોળ રાઇઝૂડમાં ફી બેસવા મળશે. ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો એટલે કે શહેર અધ્યક્ષ થી શરૂ કરી અને વોર્ડ સુધીના કાર્યકર્તાઓ આ કાર્ય માં જોડાયા છે. આ મેળાનો 75000 ચોરસ મીટરનો કુલ એરીયા છે જેમાંથી રંગારંગ કાર્યક્રમ માટે લગભગ સાતેક હજાર ચોરસ મીટરની જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે.

ખ્યાતિપ્રાપ્ત કલાકારો લોકોને ડોલાવશે
જન્માષ્ટમી મેળા દરમિયાન તારીખ 17 મી એ ગુજરાતના ખ્યાતનામ કલાકાર જીગ્નેશ કવિરાજ તા.18 મીએ ગુજરાતના ખ્યાતનામ ગાયિકા દેશ વિદેશમાં અનેક પ્રોગ્રામ કરનાર ગીતાબેન રબારી, તારીખ 19 મીએ હોલીવુડના ખ્યાતનામ અને સંગીતકાર એ આર રહેમાન સહિત ના મ્યુઝિક માં ગીતો ગાનાર કલાકાર કીર્તિ સાગઠિયા લોકોને ડોલવશે.

અન્ય સમાચારો પણ છે...