તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ભાવનગરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસનો કહેર પણ ઘટ્યો, આજે એકપણ શંકાસ્પદ કેસ નોંધાયો નહીં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં હાલ મ્યુકરમાઈકોસિસના 39 એક્ટિવ કેસ

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં એકપણ શંકાસ્પદ કેસ નોંધાતા નહીં હવે માત્ર કુલ 39 કેસ સારવાર હેઠળ દર્દીઓ રહ્યા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસિસના કેસોમાં પણ ઘડાડો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસ કુલ કેસો ચાલીસની અંદર આવતા રાહત થઈ હતી.

ભાવનગર જિલ્લામાં આજ રોજ મ્યુકરમાઇકોસિસના એકપણ સસ્પેકટીવ અને એકપણ કન્ફર્મ કેસ નોંધાતા નહીં કુલ જિલ્લામાં કુલ 39 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં કુલ 39 કેસ નોંધાયેલા પૈકી 36 કન્ફર્મ કેસ, 2 સસ્પેક્ટેડ કેસ અને 1 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 24 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 312 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...