તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ભાવનગરમાં પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત ભવ્ય નિષ્પક્ષપાતી ત્રિમંદીરનું ખાતમુહૂર્ત કરાયુ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમંધર સ્વામી, કૃષ્ણ ભગવાન, શિવજી, તીર્થંકર ભગવંતો, અંબા માં પદ્માવતી માં, ખોડિયાર માં,સાંઈબાબા, ગણેશજી, હનુમાનજી બિરાજશે

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત ભવ્ય ત્રિમંદીરનું ખાતમુહૂર્ત તારીખ 21 જૂન ના રોજ ભાવનગર ખાતે આત્મજ્ઞાની પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈ દ્વારા યોજાયેલ, જેમાં સરકારશ્રી ના નિર્દેશો મુજબ 50 અનુયાયીઓ પ્રત્યક્ષમાં તથા દેશ-વિદેશના લાખો અનુયાયીઓ એ ઓનલાઈન કાર્યક્રમ માણ્યો હતો.

આ નિષ્પક્ષપાતી ત્રિમંદીરમાં શ્રી સીમંધર સ્વામી, કૃષ્ણ ભગવાન, શિવજી, તીર્થંકર ભગવંતો, અંબા માં પદ્માવતી માં, ખોડિયાર માં,સાંઈબાબા, ગણેશજી, હનુમાનજી બિરાજશે. ભાવનગર-રાજકોટ હાઇવે પર નિર્માણ પામી રહેલાં ત્રિમંદીરના ખાતમુહૂર્ત ના સમાચાર સાંભળી ભાવનગર જિલ્લાના અનુયાયીઓની ખુશીની કોઈ સીમા ના રહી અને બધા અનુયાયીઓ વહેલામાં વહેલી તકે ત્રિમંદીરનું નિર્માણ કાર્ય પુરું થાય તે માટે ખૂબ પ્રાર્થના કરી હતી. હાલમાં અડાલજ, મુંબઇ, બરોડા, રાજકોટ, ગોધરા, ભુજ તથા અન્ય શહેરોના ત્રિમંદીરો માં હજારો અનુયાયીઓ દર્શન નો લાભ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...