પ્રજાના પૈસા પાણીમાં:ભાવનગરમાં ધીમીધારના વરસાદમાં જ કરોડોના ખર્ચે બનેલા શહેરના રસ્તાઓ તૂટયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 કરોડના ખર્ચે ગત વર્ષે જ નવા રસ્તાઓ બનાવ્યા હતા પણ પ્રજાના પૈસા પાણીમાં ગયા

ભાવનગર શહેરમા ભારે વરસાદની આગાહી પરંતુ હજુ નુકશાન થાય તેવો વરસાદ વરસ્યો નથી. પરંતુ શહેરના અનેક રસ્તાનો કચ્ચરઘાણ જરૂર નીકળી ગયો છે. તેમજ રસ્તામાં લેવલ નહીં જળવાતા તેમજ પાણીનો નીકાલ નહીં થતાં રસ્તામાં પાણી પણ ભરાઈ ગયા છે. જેને કારણે લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે.

મોટા મોટા ખાડા અને ભરાયેલા પાણીથી વાહનચાલકો તોબા પોકારી ગયા છે. એક તરફ મેયર અને ઈન્ચાર્જ કમિશનર કોર્પોરેશનનો કાફલો લઈ શહેરના રોડ અને ભરાયેલા પાણીનો તાગ મેળવવા નીકળ્યા હતા પરંતુ બીજી તરફ મેયરના જ વિસ્તારના રોડ એવા બિસ્માર થઈ ગયા છે કે રોડનું નામોનિશાન નથી રહ્યું.

ભાવનગર મહાનગરપાલિકા રોડને જ વિકાસ ગણતા હોય તેમ દર વર્ષે કરોડો રૂપિયા રોડ પાછળ ખર્ચ કરે છે પરંતુ ચોમાસા દરમ્યાન રોડનો વિકાસ મોટા મોટા ખાડા અને ભરાયેલા પાણી દ્વારા બહાર આવે છે. મારા સરકાર દ્વારા ફરવાથી ગ્રાન્ટો પૈકી મોટાભાગની રકમ રોડ પાછળ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ નગરસેવકો અને રાજકીય આગેવાનોની ભલામણ દ્વારા બનાવતા રોડ લેવલ વગરના અને આયોજનના અભાવ હોવાને કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી જ રહે છે. અને હજુ ચોમાસા પૂર્વે જ 31 કરોડના રોડના કામને સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી પણ આપવામાં આવી છે. જે પૈકી પેવર રોડ તો સરકાર ની ગાઈડલાઈન મુજબ ચોમાસા બાદ જ શરૂ થશે.

પરંતુ હજુ ચોમાસાના પ્રથમ તબક્કામાં જ શહેરના અનેક વિસ્તારોના રોડના હાલ બેહાલ થઈ ગયા છે. રોડ માં પડેલા મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને પણ વાહન ક્યાંથી ચલાવવા તે સમજણ પડતી નથી. મેયર, કમિશનર, નાયબ કમિશનર અને અધિકારીઓ શહેરના માર્ગો પર નિરીક્ષણ કરવા માટે આજે નીકળ્યા હતા. પરંતુ મેયર ચેરમેન સહિતના પદાધિકારીઓના વિસ્તારમાં જ રોડની અવદશા છે.

કાળિયાબીડ વિરાણી ચોકમાં મોટા ખાડા
કાળીયાબીડ વિસ્તાર અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે અને આ રોડ પર રોજના હજારો વિદ્યાર્થીઓ ની અવરજવર રહે છે. વિરાણી ચોકમાં દર વર્ષે વરસાદ આવે અને પાણી ભરાવાની સમસ્યા તો યથાવત જ રહે છે. સાથોસાથ સર્કલમાં પડેલા ખાડાઓ અકસ્માત સર્જે છે.

રિંગરોડ પુરો થતો નથી, થાય તે તૂટી જાય
ભાવનગર શહેરના વિકાસ માટે અિત આવશ્યક રિંગરોડની વર્ષોથી અવદશા છે. છેલ્લા ઘણા સમયથી તો કોન્ટ્રાક્ટર દ્વારા રિંગરોડનું કામ જ ટલ્લે ચડાવ્યું છે અને જેટલો રોડ બનાવ્યો તે હાલમાં નેસ્તનાબુદ થઈ ગયો છે. સરકારના કરોડો રૂપિયા વ્યર્થ ગયા છે.

સરકારી શાળા પાસે જ રોડ બદતર, બાળક ફસાયો
હાદાનગર વિસ્તારમાં કોર્પો.ની શાળા નંબર 62/63 ના પ્રવેશ પાસેનો જ મુખ્ય રસ્તો એટલો બિસ્માર છે કે રસ્તા પરથી રાહદારી તો ઠીક વાહન ચલાવવું મુશ્કેલ છે. શાળા છુટવાના સમયે આજે એક બાળક કાદવ કીચડવાળા રોડમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિક રહીશોએ મહામુસીબતે બહાર કાઢ્યો હતો.

કર્મચારીથી અને નારીથી સિદસરના રસ્તાના હાલબેહાલ
ચિત્રા, ફુલસર, નારીના રસ્તાની તો ચોમાસામાં હાલત જ ખરાબ થઈ જાય છે. તેમાં કર્મચારીનગરથી સીદસર, નારીથી સીદસરના રસ્તા તો કેટલા બિસ્માર હોય કે ત્યાં કદી રસ્તા જ બનાવ્યા ન હોય. છતાં પદાધિકારીઓને ગુણવત્તાયુક્ત રસ્તા બનાવવાનું સુજતું નથી.

અન્ય સમાચારો પણ છે...