ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંતો ધારો લાગુ કરવાની જરુરિયાત હોવાની માગ સાથે અશાંતધારા નાગરિક સમિતિ દ્વારા આજે ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જાહેર સુલેહ-શાંતિના અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું
ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલ્કત પ્રોપર્ટી ઉંચા ભાવે ખરીદી આખા એરીયાઓ પર કબ્જા કરવાની મેલી મુરાદ ધરાવતા હોવાની ફરિયાદ અશાંતધારા નાગરિક સમિતિ ભાવનગરે કરી છે અને ભૂતકાળમાં બનેલ અતિ ગંભીર અપરાધિક બનાવો રાષ્ટ્ર દ્રોહીના અપરાધીઓ ઝડપાવા સહિત જાહેર સુલેહ-શાંતિ ના અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું છે અને હિન્દુ સમુદાય ભયના ઓથારે જીવન જીવી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગ
અશાંતધારા નાગરિક સમિતિ જણાવે છે કે, હિંદુઓની બહેન-દીકરીઓ લવ જેહાદ જેવી ઘટનાઓના વધતા જતા બનાવને પગલે સુરક્ષિત ન હોવાનું પણ જણાવ્યું છે, આથી શહેરના કુંભારવાડા, વડવા, વડવા તલાવડી, પાનવાડી, કપરા, મામાકોઠાર રોડ, ટેકરી ચોક, પ્રાગજી દવેની શેરી, પીરછલ્લા શેરી, વોરા બજાર, ભગાતળાવ, કાછીયાવાડ, ભાદેવાની શેરી, ગૌરી ફળીયુ, શિશુવિહાર, જમનાકુંડ સહિતના વિસ્તારોમાં અશાંતધારાની તાતી આવશ્યકતા છે. જો આ અંગે સરકાર તત્કાળ પગલાં લઈને અશાંતધારા લાગું નહીં કરે તો હિંદુ સમુદાય માટે ગંભીર પરીસ્થિતિ સર્જાવાની સમિતિ દ્વારા ભીતિ વ્યકત કરવામાં આવી છે. આ આવેદનપત્ર મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, ગૃહમંત્રી સહિતનાઓને સંબોધી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.