રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે ત્રણ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ક્રાઈમ રેટ અંગે પરિસ્થિતિ ચકાસી અપરાધિક બનાવો અંકુશમાં લેવા આદેશો આપ્યાં હતાં.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે ભાવનગર એસપી કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય જિલ્લાના પોલીસ વડાઓએ છેલ્લા વર્ષોના કાયદો-વ્યવસ્થાના લેખાજોખા રજૂ કર્યા હતા, જેમાં સૌથી વધુ ગુનાઓ કયાં પ્રકારના અને કયારે બન્યાં, આ ગુનાઓ ડિટેક્ટ થયા કે કેમ પોલીસ દ્વારા લોકો સાથે વધુને વધુ સમન્વય સાધવા સાથે ગુનાખોરીને કડક હાથે ડામી દેવા, રીઢા આરોપીઓ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી હાથ ધરવા સહિતના આદેશો આઈજી અશોકકુમાર યાદવે કર્યાં હતાં. આ કોન્ફરન્સ અંગે આઈજીએ જણાવ્યું હતું કે, ત્રણેય જિલ્લાઓમાં કાયદો-વ્યવસ્થા અકબંધ છે ક્રાઈમરેટ પણ કાબુમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.