તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ભાવનગરમાં એક પણ કોરોના દર્દી ICUમાં કે વેન્ટીલેટર ઉપર હાલ નથી, 46 દર્દીઓ આઈસોલેશનમાં

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન-3 પુરૂ થયા પહેલા મોટાભાગનાને રજા મળશે
 • 97 પોઝિટિવ કેસમાંથી 46 દર્દીઓ આઈસોલેશનમાં

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કોવીડ-19ની આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલ 46 દર્દીઓ પૈકી એકપણ દર્દીને હાલમાં આઈસીયુ કે વેન્ટીલેટર પર રાખવા પડયા નથી તેમ હોસ્પિટલના સુત્રોએ જણાવેલ છે. ભાવનગરમાં 18 જેટલા કોરોના પોઝિટિવ કેસોમાંથી 44 લોકોને સાજા થતા રજા આપવામાં આવી છે અને 7 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 46 લોકોને આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવે છે. આ પૈકી એક પણ દર્દીની સ્થિતિ એટલી ગંભીર નથી કે તેને આઈસીયુમાં કે વેન્ટીલેટર ઉપર રાખવો પડ્યો હોય.

સરકારની નવી ગાઈડલાઈન મુજબ જે દર્દીને 10 દિવસ થઈ ગયા હોય અને તેની તબિયત સારી હોય તેેને કોઈપણ જાતના ટેસ્ટ વગર રજા આપી દેવામાં આવે છે. હોસ્પિટલમાં 30/4 પહેલા દાખલ થયેલા તમામને રજા આપી દેવામાં આવી છે. હાલમાં 2/5/20ના રોજ દાખલ થયેલ 6 દર્દીઓ 3/5/20ના રોજ 5 દર્દીઓ, 4/5/20ના રોજ 12 દર્દીઓ, 5/5/20ના રોજ 3 દર્દીઓ, 6/5/20ના રોજ 6 દર્દીઓ, 7/5/20ના રોજ 1 દર્દી અને 8/5/20ના રોજ 7 દર્દીઓ, 9/5/20ના રોજ 3 દર્દીઓ અને 11/5/20ના રોજ 3 દર્દી દાખલ થયેલ છે. 2 મેના રોજ દાખલ થયેલા દર્દીઓને 12મેના રોજ રજા આપવામાં આવશે તે રીતે 17 તારીખે લોકડાઉન ખુલે તે પહેલા લગભગ મોટાભાગના દર્દીઓને રજા મળી જશે.

1272 લોકોએ હોમ ક્વોરન્ટીન પૂર્ણ કર્યા
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં  આજ સુધીમાં કુલ 1093 અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં 179 મળી કુલ 1272 લોકોએ 14 દિવસના હોમ કોરોન્ટાઇન પૂર્ણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો