તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પુરૂષોમાં 1 % અને સ્ત્રીઓનું મતદાન 3 % વધ્યું

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે ગઇ કાલે મતદાન થયું. એકંદરે 49.47 ટકા મતદાન થયુંછે જેમાં પુરુષ મતદારોની ટકાવારી 52.84 ટકા અને મહિલા મતદારોની ટકાવારી 45.88 ટકા નોંધાઇ છે. ગત 2015ની ભાવનગર મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી હતી તેનાથી આ વખતે ટકાવારીમાં 3.08 ટકાનો વધારો થયો છે જ્યારે પુરૂષ મતદારની ટકાવારીમાં 0.97 ટકાનો વધારો થયો છે.

મ્યુ. કોર્પો.ની ચૂંટણી માટે 2015માં એકંદરે મતદાન 47.49 ટકા નોંધાયું હતુ. જેમાં પુરૂષ મતદાનની ટકાવારી 51.87 ટકા રહી હતી અને મહિલા મતદારોની ટકાવારી 42.80 ટકા રહી હતી. જ્યારે ગઇ કાલે ભાવનગર મહાપાલિકા માટે યોજાયેલા મતદાનમાં 49.47 ટકા મતદાન નોંધાયું તેમાં પુરૂષ મતદારોની ટકાવારી 0.97 ટકા વધીને 52.84 ટકા થઇ હતી. તો મહિલા મતદારોની ટકાવારી 3.08 ટકા વધીને 48.88 ટકા થઇ ગઇ છે. આમ, મહિલા મતદારોની મતદાનની ટકાવારી પુુરૂષ મતદારોની તુલનામાં વધી છે.

દર મિનિટે એવરેજ 393 લોકોએ કરેલું મતદાન
ભાવનગર શહેરમાં 13 વોર્ડની 52 બેઠકો માટે ગઇ કાલે સૌ પ્રથમ વખત સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એટલે કે 11 કલાક સુધી મતદાન યોજાયું હતુ જેમાં કુલ 49.47 ટકા મતદાન થયું અને શહેરના જાગૃત 2,29,659 મતદારોએ લોકશાહીની ફરજ બજાવી હતી. એટલે કે દર એક કલાકે શહેરમાં 23,605 મતદારોએ મતદાન કર્યું હતુ. જ્યારે દર એક મિનિટે 393 મતદારોએ મતદાન કર્યું હતુ.

ભાવનગર શહેરમાં મતદાન માટેના 11 કલાકના સમયગાળા દરમિયાન કુલ 13 વોર્ડમાં નોંધાયેલા 5,24,914 મતદારો પૈકી 2,59,659 મતદારોએ મતદાન કર્યું હતુ. આથી શહેરમાં 2,64,578 મતદારો મતદાનથી વિમુખ રહ્યાં હતા. ભાવનગર શહેરમાં એવરેજ મતદાન 49.47 ટકા થયું હતુ. આથી દર એક કલાકે શહેરમાં એવરેજ 4.50 ટકા મતદાન થયું હતુ. જેમાં છેલ્લા એક કલાક સાંજે 5થી 6 વાગ્યા સુધીમાં 5.84 ટકા મતદાન નોંધાયું હતુ. આમ ભાવનગર શહેરમાં ગઈકાલે યોજાયેલા મતદાનમાં છેલ્લા ત્રણ કલાકને લીધે મતદાન 50 ટકાને આંબવા આવ્યું હતું. બાકી બપોરના સમયે નિરસ માહોલ થયો ત્યારે હતું કે માંડ 42 ટકા મતદાન થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો