તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડની વસૂલાત:ભાવનગરમાં રોજિંદા 20 લોકોનો RTO ને એક લાખથી વધુનો ચાંદલો

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • RTO દ્વારા ભવિષ્યમાં વધારે કડક વલણ, દંડની વધતી રકમ, જાગૃતિનાં કાર્યક્રમો છતાં નહિવત્ સુધારો

ભાવનગર માં વાહન વ્યવહાર નાં નિયમોનો ભંગ કરી સરેરાશ રોજના 20 લોકો રૂ. એક લાખ કરતા વધુ રકમનો ચાંદલો કરે છે. અકસ્માત ના વધતા બનાવો, દંડની વધતી રકમ અને લોકજાગૃતિ માટેના સતત કાર્યક્રમો છતાં શહેરીજનો ની ' હમ નહીં સુધરેંગે ' ની ટેવ ચિંતાજનક છે. જે માટે તંત્ર હવે ભવિષ્યમાં વધુ કડક જુંબેશ હાથ ધરવા તૈયાર છે.

ભાવનગર જિલ્લામાં ગયા વર્ષે 391 જેટલા માર્ગ અકસ્માત થયા હતા. આ આંકડો કોરોના નાં લીધે લોક ડાઉન હોવાથી ઓછો છે. છતાં લોકોમાં વાહન ચલાવવા માટે અને ડ્રાઈવિંગ દરમિયાન સલામતિ માટે કોઈપણ પ્રકારની સભાનતા આવી નથી. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી , ભાવનગર દ્વારા છેલ્લા એક મહિના ની અંદર 620 લોકોને વધારે લોકોને વાહન ઓવરટેક , ભયજનક ડ્રાઈવિંગ, રોડ સેફ્ટી અને ઓવરલોડ માટે દંડ કરવામાં આવ્યો હતો. એટલેકે રોજિંદા 20 વ્યક્તિઓ એક કે અન્ય કારણોસર લોકોની અને પોતાની સુરક્ષા ને નેવે મૂકે છે.

આ મહિનો માર્ગ સલામતી નો છે, લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છતાં આ મહિનામાં કુલ 34 લાખ 23 હજાર 141 રૂપિયા નો ભાવનગર વાસીઓએ દંડ ભર્યો છે. એટલેકે રોજના 1 લાખ 14 હજાર 104 રૂપિયાની રકમ. ગયા વર્ષે માર્ગ અકસ્માત માં મૃત્યુ પામેલા 135 નાં આંકડા સામે નજર કરીને લોકોએ રોજિંદા લાખો રૂપિયા ફક્ત દંડ ભરવામાં ન નાખવા જોઈએ. તાજેતર ની જ વાત કરીએ તો ફક્ત શનિવાર નાં દિવસમાં 34 જેટલા લોકોએ લગભગ 4 લાખ 34 હજારથી પણ વધુ નો દંડ ભર્યો હતો. જેમાં ઓવરલોડ માટે 4 અને રોડ સેફ્ટી માટે 6 વ્યક્તિઓ પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો