તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Bhavnagar, In April, The Service Of 108 Proved To Be An 'angel' For Hundreds Of People, More Than 5,000 People Were Rushed To The Hospital.

પ્રશંસનીય કામગીરી:ભાવનગરમાં એપ્રિલમાં સેંકડો લોકો માટે 'દેવદૂત' સાબિત થઈ 108ની સેવા, 5 હજારથી વધુ લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર 108 સેવા એપ્રિલ મહિનામાં જ્યારે કોરોનાં એ માજા મૂકી હતી અને ત્યારે સમગ્ર રાજ્ય ની સાથે ભાવનગર જિલ્લામાં પણ કઈ આવી જ પરિસ્થિતિ હતી અને ગુજરાત અનેક જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની હોસ્પિટલની બહાર લાઇન હતી અને દર્દીઓ ને 108 એમ્બ્યુલન્સ માં જ હોસ્પિટલ બહાર સારવાર આપવામાં આવી રહી હતી.

કોરોનાની આવી સ્થિતિમાં ભાવનગર કલેક્ટરની આગેવાની અને સતત મોનીટરીંગ સાથે હોસ્પિટલ અને 108 ના સંકલન માં રાખી જે થકી ભાવનગર જિલ્લા એક પણ હોસ્પિટલમાં 108 અને હોસ્પિટલ લાઇન લાગવા દીધી ના હતી. દિવસ રાત 108 ની ટિમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

આ માસ દરમિયાન 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી સાથે 108 ના કર્મચારીઓ ત્વરીતા, કટિબદ્ધતા, શિષ્ટા સાથે નમ્રતાપૂર્વક અભિગમ ભાવનગર જિલ્લાના લોકોના દિલમાં વાસી ગયું છે.

આ માસમાં અનેક સગર્ભા મહિલા કોરોના ગ્રસ્ત હાલતમાં હતી એમની હોસ્પિટલમાં ખસેડવામાં આવી સાથે 8 જેટલી સગર્ભા કોરોના ગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સ માં સફળતા પૂર્વક પસુતિ કરવા માં આવી છે આ રીતે માતા અને બાળ મૃત્યુ થતા અટકાવે છે.આ રીતે ભાવનગર 108 એમ્બ્યુલન્સ સેવા રાજ્યની અન્ય જિલ્લાની સરખામણી અવલ રહી અને રાજ્ય ના અન્ય જિલ્લા ને શીખ અને ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી હતી.

108 ભાવનગર જિલ્લાના નરેશભાઈ ડાભી દ્વારા જણાવ્યું હતું કે મહિનામાં 108 એમ્બ્યુલન્સ સેવામાં અંનકે ગણો કામગીરીમાં વધારો થયો હતો એપ્રિલ મહિના દરમિયાન 5670 કોરોનાગ્રસ્ત દર્દીઓ ને સેવા આપી છે સાથે તમામ દર્દીઓ ને ઓક્સિજન માટે એક ક્ષણ પણ એવી નથી રહી કે 108 એમ્બ્યુલન્સ ઓક્સિજન ઉપલબ્ધ ના હોય આ દર્દીઓ ને હોસ્પિટલના લઈ જતા વખતે 1099 લીટર ઓક્સિજનનું ઉપયોગ માં લેવામાં આવ્યું હતો.

અન્ય સમાચારો પણ છે...