ભાવનગરમાં વેપાર અર્થે બહારથી આવતા એક વેપારીને એક દંપતીએ હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડની માગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ વેપારીને પોતાની મોહજાળમાં ફસાવી પોતાના ઘર પર બોલાવી અંગત પળનો વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો પોતાના પતિ સાથે મળી વેપારીના વોટ્સએપ પર મોકલ્યો હતો અને વાઈરલ કરવાની ધમકી આપી અઢી કરોડ રૂપિયાની માગણી કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરમાં CCTV લગાડી વીડિયો બનાવી લીધો
આ બનાવની ભાવનગરમાં સીટી ડીવાયએસપી માહિતી આપી હતી કે બહારગામ રહેતા વેપારીને પોતાના વેપાર ધંધા માટે ભાવનગર ખરીદી કરવા વારંવાર આવતા હોય તેવામાં ભાવનગરની દિવ્યા સાથે સંપર્ક થયો હતો. આ સંપર્ક થકી મહિલાએ વેપારી સાથે વિશ્વાસ કેળવી પોતાના ઘરે બોલાવ્યો હતો અને ઘરમાં બીભત્સ વિડીયો ઉતારી લીધા હતો. આ વીડિયોના આધારે મહિલા અને તેના પતિ ભરત ઉર્ફે ભોલુ એ વેપારીના ફોનમાં વીડિયો મોકલી બ્લેકમેલિંગ કરવા લાગ્યા હતા અને રૂપિયાની માંગણી કરતા હતા. પરંતુ વેપારી વશ ન થતાં હોય મહિલા અને તેના પતિએ વેપારીના વોટસએપ પર ઉતારેલા વીડિયો મોકલી આપી રૂપિયા અઢી કરોડની માંગણી કરી હતી.
હનીટ્રેપ કરનાર દિવ્યા અને ભોલુ ઉર્ફે ભરત ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં રહે છે. ભોગ બનનાર વેપારી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.