ડીઝલે સદી ફટકારી:ગુજરાતના મહાનગરોમાં સૌ પ્રથમ ભાવનગરમાં ડીઝલના એક લિટરનો ભાવ રૂા.100ને પાર

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક લિટરના ભાવમાં ભાવનગરમાં પહેલા પેટ્રોલે સેન્ચ્યુરી ફટકાર્યા બાદ હવે ડીઝલે સદી ફટકારી

રાજ્યના 8 મહાનગરોમાં ભાવનગર શહેરમાં આજે સૌ પ્રથમ ભાવનગર શહેર આઇઓસી, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના સાદા ડીઝલના એક લીટરનો ભાવ રૂ.100ને વટી ગયો છે. જેથી મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. કારણ કે ડીઝલના ભાવ વધતા જીવનજરૂરી ખાદ્યવસ્તુઓ સહિતના ભાવોમાં વધારો થશે. આજે ભાવનગર શહેરમાં ડીઝલનો એક લિટરનો ભાવ રૂ.100.27 થઇ ગયો હતો.

ભાવનગર શહેરમાં આઇઓસી અને ભારત પેટ્રોલિયમમાં આઠ મહાનગરોમાં સૌ પ્રથમ સાદા ડીઝલનો એક લીટરનો ભાવ રૂ.100.27 થઇ ગયો છે. સીંગતેલ, દૂધ, ઘી, શાકભાજી વિગેરે જેવી જીવન જરૂરી ચીજોમાં ભાવ વધારોનો માર સહન કરી રહેલી ભાવનગરની જનતાને હવે ડીઝલના એક લીટરના રૂ.100થી વધુ ચૂકવવા પડશે.

રિલાયન્સ અને શેલના પેટ્રોલ પંપમાં પણ લિટરનો ભાવ રૂ.100ને વટી ગયો છે. જ્યારે ડીઝલના ભાવ તો અગાઉ જ રૂા.100ને વટીને રૂ.101.26 થઇ ગયો છે.

ભાવનગરમાં આઇઓસીનો ડેપો નથી
ભાવનગર શહેરમાં અગાઉ આઇઓસીનો ડેપો હતો જેથી પેટ્રોલ અને ડીઝલમાં પરિવહન ખર્ચ ઓછો થતો પણ હવે આ ઇંધણ રાજકોટથી આવતું હોય ભાવનગર મહાનગરમાં રાજ્યના તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ છે. જો ડેપો થાય તો ભાવ ઓછા થાય.

આઠ મહાનગરોમાં ડીઝલના ભાવ

મહાનગર1 લીટર ડીઝલ
ભાવનગરરૂ.100.27
અમદાવાદરૂ.98.62
સુરતરૂ.98.60
વડોદરારૂ.98.36
રાજકોટરૂ.98.68
જામનગરરૂ.98.54
ગાંધીનગરરૂ.98.80
જૂનાગઢરૂ.99.51

મોટા વાહનો શહેરમાં ઇંધણ ભરાવતા નથી

મોટી ટ્રીપના ટ્રક કે લકઝરી બસો ભાવનગર શહેરની અંદર આવેલા પંપોમાં ઇંધણ ધરાવતા નથી કારણ કે ભાવનગરથી થોડા આગળ જાય તો પેટ્રોલ કે ડીઝલના ભાવમાં એક લીટરે એકાદ દોઢ રૂપિયાનો ફેર પડી જાય છે. આથી શહેરમાં પેટ્રોલ ડીઝલની ખપત ઓછી રહે છે.

6 માસમાં ડીઝલના ભાવમાં લિટરે રૂા.11 વધ્યા
ભાવનગર શહેરમાં આ વર્ષે મે માસમાં ડીઝલના એક લિટરનો ભાવ રૂા.89.23 હતો તે 6 માસના સમયગાળામાં વધીને 100.27 થઇ જતા આ 6 માસના સમયગાળામાં ડીઝલના એક લિટરનો ભાવ રૂા.11 જેવો વધી ગયો છે.

ઇંધણ બચાવવા શું કરશો ?

  • વાહનના ટાયરમાં ઓછી હવા હશે તો એન્જિન પર વધુ દબાણ આવે છે જેથી ઇંધણ વધુ વપરાય છે. આથી ટાયરમાં યોગ્ય પ્રમાણમાં હવા છે કે નહીં તે જોતા રહો. જો ટાયરમાં યોગ્ય પ્રમાણમાં હવા ન હોય તો 10થી 15 ટકા વધુ ઇંધણ વપરાય છે.
  • ડ્રાઇવીંગમાં ક્યારેય ઉતાવળ ન કરો એક્સેલેટરને ધીમે ધીમે દબાવો, સ્પીડ મુજબ ગાડીના ગીયરને બદલવાનું રાખો, અચાનક બ્રેક મારવાથી ઇંધણ વધુ વપરાય છે.
  • ગંદા એર ફિલ્ટરને કારણે એન્જિન સુધી હવાનો પ્રવાહ ઓછો વહે છે. જેથી વાહનની કાર્યક્ષમતાને અસર થાય છે. ગંદા એર ફિલ્ટરને બદલવામાં આવે તો માઇલેજમાં 6થી 10 ટકાનો વધારો કરી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...