તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી મુશ્કેલી:ભાવનગર જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના વધુ બે શંકાસ્પદ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસના કુલ 299 કેસ

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ, મ્યુકરમાઈકોસિસને લઈ ચિંતા હજી પણ યથાવત છે. ભાવનગર જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના કારણે ગઈકાલે બે દર્દીઓના મોત નિપજ્યા બાદ આજે વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં હાલ મ્યુકરમાઈકોસિસના 79 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકરમાઇકોસિસનાં 2 સસ્પેક્ટિવ અને 0 કન્ફર્મ કેસ નોંધાતા જિલ્લામાં કુલ 79 કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

ભાવનગર જિલ્લામાં કુલ 79 કેસ નોંધાયેલા પૈકી 75 કન્ફર્મ કેસ, 4 સસ્પેક્ટેડ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 22 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. જ્યારે એક રોગમાંથી લોકો મુક્ત થયા ત્યાં બીજો નવા રોગના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 299 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...