કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં આજે 65 નવા કેસ નોંધાતા ફફડાટ, એક્ટિવ કેસનો આંક 200ને પાર

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વિદ્યાર્થીઓ, સર ટી હોસ્પિટલના વધુ 2 ડોક્ટરો, શિક્ષક તથા એક્સલ કંપનીનો વર્કર કોરોનાની ઝપેટમાં
  • શહેરમાં 187 અને ગ્રામ્યમાં 25 દર્દીઓ મળી કુલ 212 એક્ટિવ કેસ

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો યથાવત છે. આજે એક જ દિવસમાં નવા 65 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 200ને પાર પહોંચી ચૂકી છે. ભાવનગર શહેરમાં આજે 51 નવા કેસ નોંધાયા હતા જેમાં 25 પુરુષનો અને 26 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે 7 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ 14 કેસ નોંધાયા હતા જેમાં 13 પુરુષનો અને 1 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શહેરમાં 51 કેસ નોંધાયા છે તેમાં સરકારી શાળા નંબર 1 અને 3 માં અભ્યાસ કરતા એક-એક વિદ્યાર્થી, તથા ઘોરણ 8 ગુરુકુળ ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તથા સરદારનગર ગુરુકુળ ઘોરણ-11 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી તથા શામપરાના એક શિક્ષક પોઝિટિવ આવ્યા હતા, ભાવનગર સર ટી હોસ્પિટલના વધુ 2 ડોક્ટરો, સર ટી હોસ્પિટલના એક નર્સિંગ સ્ટાફ તથા એક્સલ કંપનીનો એક વર્કર સહિત કોરોનાની ઝપટમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા.

આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 187 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 25 દર્દી મળી કુલ 212 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 741 કેસ પૈકી હાલ 212 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.

ગત સપ્તાહે કેસ
તારીખપુરૂષમહિલાકુલ
31 ડિસે.336
30 ડિસે.4610
29 ડિસે.415
28 ડિસે.022
27 ડિસે.101
26 ડિસે.011
25 ડિસે.101
કુલ131326

​​​​​​

આ સપ્તાહે કેસ
તારીખપુરૂષમહિલાકુલ
7 જાન્યુ.382765
6 જાન્યુ.241640
5 જાન્યુ.251540
4 જાન્યુ.81422
3 જાન્યુ.51318
2 જાન્યુ.5510
1 જાન્યુ.314
કુલ10891199

ધો.1ના બે વિદ્યાર્થી પોઝિટિવ
ભાવનગર શહેરમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.1 અને 3માં ધો.1માં અભ્યાસ કરતા એક એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યાં છે. નાના બાળકનો બે કેસ એ ગંભીર બાબત ગણી શકાય. આ ઉપરાંત સરદાનગર સ્વામિનારાયણ ગુરૂકુળમાં ભો.8 અને ધો.11માં ભણતા એક એક વિદ્યાર્થી તેમજ સર ટી. હોસ્પીટલમાં લેબનું ભણતી એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તો એક્સેલનો એક કર્મચારી, એક નર્સિંગ સ્ટાફ પણ કોરોનામાં સપડાયા છે.

ડીડીઓ પ્રશાંત જિલોવા કોરોના પોઝિટિવ
આજે કોરોનામાં જે દર્દીઓ જાહેર કરવામાં આવ્યાં તેમાં ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. ગઇ કાલે મોડી સાંજ બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તેઓ ઘરે રહીને સારવાર કરાવી રહ્યાં છે.

શહેરમાં 14 દર્દી ટ્રાવેલ હિસ્ટ્રીવાળા
શહેરમાં આજે કોરોનાના 14 દર્દી એવા મળ્યા જે બહારગામથી ભાવનગર આવ્યાં હોય. જેમાં મુંબઇ, દિલ્હી, અમદાવાદ, વડોદરા, બોટાદ, સુરત, સાબરકાંઠાથી ભાવરગાર આવેલાનો સમાવેશ થાય છે. જ્યારે શહેરના હીલડ્રાઇવ વિસ્તારમાં એક જ પરિવારમાં 4 વ્યક્તિ અને વાઘાવાડી રોડ પરના એક જ પરિવારના 3 વ્યક્તિ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...