મગફળી ખરીદી:ભાવનગર જિલ્લામાં લાભ પાંચમથી ટેકાનાં ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્રારા આગામી તા.9.11.21 (લાભપાંચમ)થી લઘુતમ ટેકાના ભાવે મગફળીની જે ખેડૂતો દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેની પાસેથી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવાનું નક્કી કરેલ છે.મગફળીની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે જિલ્લામાં પાંચ કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લામાં નકિક કરાયેલા પાંચ કેન્દ્રોમાં ભાવનગર APMC ખાતે ભાવનગર, ઘોઘા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલ છે. તળાજા APMC ખાતે તળાજા તાલુકાના ખેડૂતો, મહુવા APMC ખાતે મહુવા તાલુકાના અને જેસર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. પાલીતાણા APMC ખાતે પાલીતાણા અને સિહોર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. જ્યારે ગારીયાધાર APMCમાં ગારીયાધાર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે.

ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવે તે પહેલા દર્શાવેલ પેરામિટર મુજબની મગફળી હોય તો જ ટેકાના ભાવે વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લાવવા જણાવવામાં આવે છે.જે ખેડૂતો દ્રારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમને નાગરિક પુરવઠા નિગમ દ્રારા ઓનલાઇન રજીસ્ટર કરાવેલ મોબાઇલ નંબર પર મેસેજ અથવા ફોન કરી સૂચના આપવામાં આવે તે દિવસે જ મગફળીનો જથ્થો સાફસુફ કર્યા બાદ જ વેચાણ માટે લાવવા જણાવાયું છે.

ખેડૂતોને વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નં.0278-2428908 પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...