• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Bhavnagar District, PAS Activists Again Came To The Fray, Fear Of Voting Against The BJP Government For Not Withdrawing The Cases Of The Patidar Agitation Period.

પાસના કાર્યકરોની ચીમકી:ભાવનગર જિલ્લામાં ફરી પાસના કાર્યકરો મેદાનમાં આવ્યાં, પાટીદાર આંદોલન સમયના કેસો પરત ન ખેંચતા ભાજપ સરકાર વિરુદ્ધ મતદાનની ચીમકી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં પાસના કાર્યકરો મેદાનમાં આવ્યાં છે. ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાવનગરમાં આજે ફરી પાસના કાર્યકરો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો હજુ સુધી સત્તાધીશ સરકારે પરત ન ખેંચતા અને આ આંદોલનમાં શહીદ થનાર પરિવારોને નોકરી ન આપતા આજે ફરી ભાવનગરના પાસના કાર્યકરોએ પડકાર ફેંકી કહ્યું કે, અમો ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરીશું.

પાટીદાર આંદોલન સમયનો આ પ્રશ્ન હજુ ત્યાને ત્યાંજ
અગાઉના પાસના આંદોલન સમયના હાર્દિક પટેલ, રેશમાં પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, નીતિન ગેલાણી સહિતના કાર્યકરો જુદી જુદી રાજકીય પાર્ટીમાં જોડાય ગયા છે જેથી તેમને હવે આ બાબતે સમાજના આ પ્રશ્નને નથી ઉઠાવતા અને પાટીદાર આંદોલન સમયનો આ પ્રશ્ન હજુ ત્યાને ત્યાંજ છે ત્યારે એ લોકો ભલે હવે પાસમાં નથી પરંતું અમો પાસના કાર્યકરો હવે ચૂંટણી પૂર્વે ટીમો બનાવી આ મામલે સમાજ વચ્ચે જશું અને આગામી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...