તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે માત્ર એક જ કેસ નોંધાયો, 68 દર્દીઓ ડિસ્ચાર્જ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 144 થઈ

ભાવનગર જિલ્લામાં આજે કોરોનાનો માત્ર એક કેસ જ નોંધાયો છે. જિલ્લામાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 376 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં આજે કોરોના હાફયો છે ત્યાં એકપણ કેસ નોંધાયો નથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 54 અને તાલુકાઓમાં 14 કેસ મળી કુલ 68 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 376 કેસ પૈકી હાલ 144 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 293 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...