કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાનો સતત સાતમાં દિવસે પણ કેસ ન આવતા રાહત, 2 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર ફરી એકવાર કોરોના મૂક્ત થયો
  • એક્ટિવ કેસની સંખ્યા માત્ર એક જ રહી

ભાવનગર જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. જિલ્લામાં સતત સાતમાં દિવસે પણ કોરોનાનો એકપણ કેસ ન નોંધતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા હતા. આમ, ગ્રામ્ય ફરી એકવાર કોરોના મુક્ત થયું છે, અને હવે શહેરમાં માત્ર એક જ કેસ રહ્યો છે.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગર શહેરમાં માત્ર એક જ દર્દીઓ રહ્યો છે,

આજે ભાવનગર ગ્રામ્યમાં 2 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા અપાઈ હતી, આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 446 કેસ પૈકી હાલ 1 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...