તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 436 કેસ, 3 મોત

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 4536 પર પહોંચી
  • આજે 361 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 436 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 18,483 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 172 પુરૂષ અને 120 સ્ત્રી મળી કુલ 292 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 3 ના મોત નિપજ્યા છે.

તાલુકાઓમાં મહુવા ખાતે 8, તળાજા ખાતે 29, ભાવનગર ગ્રામ્ય ખાતે 46, શિહોર ખાતે 4, પાલીતાણા ખાતે 7, ઉમરાળા ખાતે 4, જેસર ખાતે 5, વલ્લભીપુર ખાતે 1, ગારીયાધાર ખાતે 10 તેમજ ઘોઘા ખાતે 30 કેસ મળી કુલ 144 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 297 અને તાલુકાઓમાં 64 કેસ મળી કુલ 361 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 18,483 કેસ પૈકી હાલ 4,536 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 240 દર્દીઓનું અવસાન થયેલ છે.

જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 74.16 ટકા
ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 18,483 થઇ ગયા છે અને તેની સામે 13,707 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 74.16 ટકા થઇ ગયો છે.

ભાવનગર તાલુકામાં સૌથી વધુ 46 કેસ
ભાવનગર તાલુકામાં 46, ઘોઘા તાલુકામાં 30, તળાજા તાલુકામાં 29, મહુવા તાલુકામાં 8, પાલિતાણા તાલુકામાં 7, સિહોર તાલુકામાં 4, વલ્લભીપુર તાલુકામાં 1, ગારિયાધાર તાલુકામાં 10, જેસર તાલુકામાં 5 તેમજ ઉમરાળા તાલુકામાં 4 કેસ મળી કુલ 144 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...