તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનામાં ઘણાં લાંબા સમય બાદ મોત થયું, આજે 3 કોરોનાનો કેસ નોંધાયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 298 દર્દીઓનું અવસાન થયા

ભાવનગર જિલ્લામાં આજે ઘણાં લાંબા સમય બાદ મોત થતા હાહાકાર મચ્યો હતો અને આજે ગ્રામ્યમાં ત્રણ કોરોના કેસ નોંધાયા હતા, રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

આજે શહેરમાં એકપણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક પુરુષ અને બે સ્ત્રીના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, આમ, ગ્રામ્યમાં 4 કોરોનાના કેસ રહ્યા છે, જ્યારે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 પર પહોંચી હતી.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 443 થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં ત્રણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો. જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 443 કેસ પૈકી હાલ 4 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...