તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં, આજે એક કેસ નોંધાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10 થઈ

ભાવનગર જિલ્લામાં આજરોજ એક નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 406 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં એક પુરુષનો કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે ગ્રામ્ય પણ એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો નથી.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 0 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 0 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 406 કેસ પૈકી હાલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 296 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...