કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના નવા 95 કેસ આવ્યા

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 972 પર પહોંચી છે
  • આજે 337 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે

ભાવનગર જિલ્લામાં આજરોજ 95 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 20,958 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 35 પુરૂષ અને 29 સ્ત્રી મળી કુલ 64 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેર એકનું મોત નીપજ્યું છે.

તાલુકાઓમાં સિહોર ખાતે 7, તળાજા ખાતે 1, ભાવનગર ગ્રામ્ય ખાતે 6, વલ્લભીપુર ખાતે 6, ઉમરાળા ખાતે 1, પાલીતાણા ખાતે 1, મહુવા ખાતે 1 તેમજ ઘોઘા ખાતે 8 કેસ મળી કુલ 31 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જયારે ગારીયાધારના અર્બન ગામ ખાતે 60 વર્ષીય સ્ત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 189 અને તાલુકાઓમાં 148 કેસ મળી કુલ 337 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 20,958 કેસ પૈકી હાલ 972 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 278 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...