તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:ભાવનગર જિલ્લામાં 26 ટકા વરસાદે 82 ટકા વાવેતર પૂર્ણ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 153 મી.મી. વરસાદ સામે 2,65,600 હેકટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયુ

ભાવનગર જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 153 મી.મી. એટલે કે ચોમાસાની સિઝનના કુલ વરસાદ595 મી.મી.ના 26 ટકા વરસાદ વરસી ગયો છે જ્યારે તેની સામે અત્યાર સુધીમાં જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 3,65,600 હેકટરમાં પૂર્ણ થઇ જતા કુલ વાવેતર 4,45,000 હેકટરના 82 ટકા વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આમ, વરસાદની ટકાવારીની તુલનામાં વાવેતર 3 ગણાથી વધુ થઇ ગયું છે. વળી વરસાદ ખેંચાતા હવે ધરતીપુત્રો ચિંતામાં પડ્યા છે.

ભાવનગર જિલ્લામાં જૂન માસમાં સારા વરસાદ બાદ હવે કુલ વાવેતર 3,65,600 હેકટરમાં પૂર્ણ થઇ ગયું છે. જેમાં 2,00,010 હેકટર જમીનમાં વાવેતર સાથે કપાસ મુખ્ય છે. જ્યારે મગફળીનું વાવેતર 1,06,400 હેકટર જમીનમાં થયું છે. જ્યારે બાજરાનું વાવેતર 11,400 હેકટરમાં થયું છે. આ વાવેતર થયા બાદ જૂનના અંતિમ દિવસોથી વરસાદની જ્યારે ખરી જરૂર હતી.

ત્યારે જ મેઘરાજા રીસાઇ ગયા હોય તેમ વરસાદ વરસતો નથી. જુલાઇનું પણ એક આખું સપ્તાહ કોરૂધાકોડ ગયું છતાં મેઘરાજા માનતા નથી. વરસાદ ખેંચાતા ખેતરોમાં મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવ્યું હોય તે ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. હવે મેઘરાજા મહેર વરસાવે તેવી પ્રાર્થના કરવા લાગી ગયા છે. આમ િજલ્લામાં 26 ટકા વરસાદની સામે 82 ટકાથી વધુ વાવેતર થઈ ગયું છે.

ભાવ. જિલ્લામાં વરસાદની સ્થિતિ
595 મી.મી.
કુલ સરેરાશ વરસાદ
153 મી.મી.
આ વર્ષે વરસાદ
26.21%
વરસાદની ટકાવારી

12 દિવસમાં વરસાદ ન વરસે તો ખતરો
ભાવનગર જિલ્લામાં 3,65,600 હેકટર જમીનમાં વાવેતરનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. હવે આ વાવેતરનો વરસાદની ખરી જરૂર છે. હવે જો 10-12 દિવસમાં ભાવનગરમાં વરસાદ નહીં વરસે તો વાવેતર ઉપર ખતરો છે અને આ સંજોગોમાં વરસાદ નહીં વરસે તો વાવેતર નિષ્ફળ જવાની શક્યતા વધી જશે. - એસ.આર.કોસંબી, જિલ્લા ખેતીવાડી અધિકારી

જિલ્લામાં ક્યા પાકનું કેટલું વાવેતર
પાકવાવેતર
કપાસ2,00,100 હેકટર
મગફળી1,06,400 હેકટર
ઘાસચારો37,300 હેકટર
બાજરો11,400 હેકટર
તલ3,700 હેકટર
શાકભાજી3,400 હેકટર
મગ1,800 હેકટર
તુવેર700 હેકટર
અન્ય900 હેકટર
કુલ3,65,600 હેકટર
(સોર્સ-ગુજરાત કૃષિ વિભાગ)
અન્ય સમાચારો પણ છે...