તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 8 કેસ સામે 72 દર્દી સ્વસ્થ થયા

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 395 થઈ

ભાવનગર જિલ્લામાં આજરોજ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 354 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ત્રણ પુરૂષ અને એક સ્ત્રી મળી કુલ 4 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં બે પુરૂષ અને બે સ્ત્રી મળી કુલ 4 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 અને તાલુકાઓમાં 68 કેસ મળી કુલ 72 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 354 કેસ પૈકી હાલ 395 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 291 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...