તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર, આજે નવા 35 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 318

ભાવનગર જિલ્લામા આજરોજ 35 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,786 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 18 પુરૂષ અને 10 સ્ત્રી મળી કુલ 28 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે 1, ઉમરાળા તાલુકાનાં દડવા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ ખાતે 2, મહુવા ખાતે 1, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે 1 તેમજ તળાજા ખાતે 1 કેસ મળી કુલ 7 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે તેમજ ભાવનગર શહેર ખાતે રહેતા એક દર્દીનુ આજરોજ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 28 અને તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 35 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા 6,786 કેસ પૈકી હાલ 318 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 70 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો