તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 18 દર્દીઓ કોરોનામુક્ત થયા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ભાવનગર જિલ્લામાં આજરોજ 31 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,673 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 17 પુરૂષ અને 6 સ્ત્રી મળી કુલ 23 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં 23 અને તાલુકાઓમાં 8 કેસ

જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 1, ઉમરાળા ગામ ખાતે 2, તળાજા ખાતે 2, ગારીયાધાર ખાતે 1 તેમજ સિહોર ખાતે 2 કેસ મળી કુલ 8 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. તેમજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 23 અને તાલુકાઓમાં 8 કેસ મળી કુલ 31 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાનું

ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 6,673 કેસ પૈકી હાલ 264 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો