તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત, આજે 25 નવા કેસ નોંધાયા એક દર્દીનું મોત થયું

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા 491 પર પહોંચી
  • આજે 49 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ 25 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લમાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓ રાહતનો શ્વાસ લઇ રહ્યાં છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 299 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં આઠ પુરૂષ અને ત્રણ સ્ત્રી મળી કુલ 11 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં નવ પુરૂષ અને પાંચ સ્ત્રી મળી કુલ 14 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં એકનું મોત થયું છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 18 અને તાલુકાઓમાં 31 કેસ મળી કુલ 49 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 299 કેસ પૈકી હાલ 491 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 289 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...