તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ભાવનગર જિલ્લામાં નવા 22 પોઝિટિવ કેસ મળ્યા, રિકવરી રેઇટ 97.59 ટકા

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 63 થઇ ગઇ

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના નવા 13 કેસ નોંધાયા હતા જ્યારે જિલ્લાના તાલુકા-ગામડાઓમાં કુલ 9 કેસ નોંધાતા આજે સમગ્ર જિલ્લામાં કુલ 22 પોઝિટિવ કેસ મળ્યા હતા અને તેની સામે આજે 31 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા હતા. આજ સુધીમાં કોરોનાના કુલ 5776 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 5,637 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે આથી જિલ્લામાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેઇટ 97.59 ટકા થઇ ગયો છે. આ ઉપરાંત હવે જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ઘઠીને 63 થઇ ગઇ છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ 22 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,776 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 12 પુરૂષ અને 1 સ્ત્રી મળી કુલ 13 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે 4, મહુવા ખાતે 1 , મહુવા તાલુકાના મોણપર ગામ ખાતે 1, ગારીયાધાર તાલુકાના ગુજરડા ખાતે 1 તથા તળાજા ખાતે 2 કેસ મળી ૯ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

આજે ભાવનગર મહાનગર પાલિકાના 19 તેમજ તાલુકાઓના 12 એમ કુલ 31 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થયા હતા. આમ જિલ્લામાં નોંધાયેલા 5,776 કેસ પૈકી હાલ 63 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,637 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો