કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા 2 નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ત્રણ થઇ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓના મોત થયા

ભાવનગર જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. જોકે, તેની વચ્ચે આજે જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં 2 સ્ત્રીઓના કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લામાં કુલ ત્રણ એક્ટિવ કેસ થયા છે.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 449 કેસ પૈકી હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...