તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં આજે કોરોના નવા 2 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 13 થઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે 3 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

ભાવનગર જિલ્લામાં આજરોજ 2 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો નોંધાતો હતો પણ આજે અચાનક જ બે કેસનો વધારો નોંધાયો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 417 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 2 પુરૂષનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય એકપણ કોરોના કેસ નોંધાયો નથી.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 3 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 3 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 417 કેસ પૈકી હાલ 13 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 297 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...