તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • In Bhavnagar District, 15 Couples Were Given Assistance Of Rs. 15 Lakh Under Dr. Savitaben Ambedkar Interracial Marriage Assistance Scheme This Year.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક સહાય:ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે 15 યુગલોને ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ રૂ.15 લાખની સહાય અપાઈ

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ ત્રણ માસમાં જ 11 યુગલોને આ સહાય આપવામાં આવી
 • લગ્ન સહાયથી જીવનનાં નવપગરણમાં આર્થિક હૂંફ મળી - લાભાર્થી યુગલ

સમાજમાં સામાજિક સમરસતા વધે તે માટે ડો.સવિતાબેન આંબેડકર આંતરજાતિય લગ્ન સહાય યોજના દ્વારા નવ વિવાહિત યુગલોને રૂ.1,00,000 ની સહાય આપવામાં આવે છે. જેમાંથી રૂ.50,000 ઘરવખરીની ખરીદી માટે અને રૂ.50,000 ની રકમ બંનેના સંયુક્ત નામે રાષ્ટ્રિય બચત પત્રના રૂપે આપવામાં આવે છે.

ગત વર્ષે 30 યુગલોને આ સહાય આપવામાં આવી હતી

ભાવનગરના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આર.ડી.પરમાર જણાવે છે કે, આ યોજના સમાજમાં સામાજિક સમરસતા વધારવામાં ઉપયોગી નીવડી છે. સમાજની અનુસૂચિત જાતિની વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તેવા સંજોગોમાં આ સહાય આપવામાં આવે છે. ગત વર્ષે 30 યુગલોને આ સહાય આપવામાં આવી હતી. ચાલુ વર્ષે પ્રથમ ત્રણ માસમાં જ 11 યુગલોને આ સહાય આપવામાં આવી છે.

ત્રણ યુગલોને સહાયના ચેક કલેક્ટર કચેરી ખાતે અર્પણ કરાયા

કોઈપણ આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અનુસૂચિત જાતિની પુખ્ત વયની વ્યક્તિ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તેવા સંજોગોમાં સમાજ-સમાજ વચ્ચે આપસી એકતા બની રહે તેવા શુભ આશય સાથે આ યોજના કાર્યરત છે. ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે પ્રતીક રૂપે ત્રણ યુગલોને આ સહાયના ચેક કલેક્ટર કચેરી ખાતે અર્પણ કરી સરકાર પણ તેમની સાથે છે તેઓ ભાવ પ્રગટ કરી યુગલોને પ્રોત્સાહન પુરૂં પાડવામા આવ્યુ હતું.

સમાજ પણ ધીમે ધીમે અમને સ્વીકારવા લાગ્યો છે - યુગલ

લગ્ન કરનાર યુગલ મયુર પારેખ કહે છે કે, તે પોતે હિન્દુ વૈષ્ણવ છે અને તેણે અનુસૂચિત જાતિની ચૌહાણ ભાવના સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં સમાજનો વિરોધ હતો. પરંતુ બંને પક્ષે અમને સ્વીકૃતિ મળી ગઈ છે. સમાજ પણ ધીમે ધીમે અમને સ્વીકારવા લાગ્યો છે. આવા જ એક યુગલ દર્શન મકવાણા કહે છે કે, સરકાર દ્વારા અમને જે સહાય મળી છે તેથી નવું ઘર શરૂ કરવા માટે આર્થિક હુંફ પણ મળી છે. આ સહાયથી હું ઘરની ઘરવખરી ખરીદી શકીશ અને મારૂં લગ્નજીવન આગળ ધપાવી શકીશ. તે વધુમાં ઉમેરે છે કે, સમાજમાં અસ્પૃશ્યતા દૂર કરવા અને સામાજિક સમરસના સ્થપાય તે માટે આવી યોજના ઉપકારક બનતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો