તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ અભિયાનની મંથર ગતિ:ભાવનગર જિલ્લામાં 14 ટકા યુવાનો રસીકરણથી સુરક્ષિત થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 તાલુકાના કુલ 9,49,24 યુવાનો પૈકી માત્ર 1,29,929 યુવાનો જ રસીથી સુરક્ષિત
  • સમગ્ર ભાવનગર જિલ્લામાં ઓવરઓલ 30 ટકા રસીકરણ કાર્ય પૂર્ણ

ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણમાં મોડેથી આરંભ થયો હોય અને થોડી સૂસ્ત ગતિ હોય અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લાના 18થી 44 વર્ષના કુલ 9,49,234 યુવાનો પૈકી 1,29,929 યુવાનો એટલે કે માત્ર 14 ટકા યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 13,89,772 લોકોને રસીકરણના લક્ષ્યાંક સામે 4,17,879 લોકોએ પ્રથમ ડોઝ લીધો હોય 30 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે જેમાં તમામ કેટેગરીના લોકો, હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કર પણ આવી જાય છે. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેરના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ખાસ તો 18થી 44 વર્ષના યુવાનોમાં માત્ર 14 ટકા જ રસીકરણ થયું તે ચિંતાના વિષય છે. વળી તાજેતરમાં રસીકરણની અછતનો પ્રશ્ન પણ વિકટ થયો હતો.

ભાવનગર જિલ્લામાં કોરોના રસીકરણમાં 18થી 44 વર્ષના યુવાનો માટે રસીકરણ માટે ઝડપભેર રસીકરણ આગળ વધે તે આવશ્યક છે. હજી 86 ટકા યુવાનોને રસીકરણ બાકી છે. 60 ટકા રસીકરણ કરવું હોય તો પણ હજી ગણતરીના દિવસોમાં સવા પાંચ લાખ જેટલા યુવાનોને કોરોનાનું રસીકરણ કરાવવું પડશે તો જ જિલ્લામાં યુવાનોમાં 60 ટકાનો રસીકરણનો લક્ષ્યાંક પાર પડશે. જિલ્લામાં માત્ર 510 યુવાનોએ રસીનો બીજો ડોઝ લીધો છે એટલે આ 510 યુવાનો બન્ને ડોઝથી સુરક્ષિત થઇ ગયા છે. આજે ભાવનગર જિલ્લામાં તમામ કેટેગરીમાં કુલ 6113 લોકોને રસીકરણ કરાયું હતુ. જ્યારે અગાઉ સરેરાશ 8500 જેવી થઇ હતી તેમાં 3000 જેટલો ઘટાડો નોંધાયો છે.

જિલ્લામાં 8.19 લાખ યુવાનોને પ્રથમ ડોઝ બાકી
ભાવનગર જિલ્લામાં 18થી 44 વર્ષના કુલ 949234 યુવાનો છે અને છે તે પૈકી હજી સુધી માત્ર 129929 યુવાનોએ જ રસી લીધી હોય આગામી દિવસોમાં હજી 8,19,305 યુવાનોને રસીનો પહેલો ડોઝ લેવાનો બાકી છે.

હેલ્થ વર્કર અને ફ્રન્ટ વર્કરમાં 100 ટકા સિદ્ધિ
ભાવનગર જિલ્લામાં હેલ્થ વર્કરનો કુલ લક્ષ્યાંક 7821 હતો તેમાં પ્રથમ ડોઝ 8045એ લઇ લીધો છે તેમજ બીજો ડોઝ 6775એ લીધો છે. જ્યારે ફ્રન્ટ લાઇન વર્કરમાં કુલ લક્ષ્યાંક 35,127નો છે તે તે પૈકી પ્રથમ ડોઝ 31,135એ લઇ લેતા 100 ટકા લક્ષ્યાંક સિદ્ધિ મળી છે. જ્યારે બીજા ડોઝમાં 14163એ રસી લીધી છે.

45થી વધુ વર્ષનું રસીકરણ

  • 397590 કુલ લક્ષ્યાંક
  • 244770 રસીનો પ્રથમ ડોઝ
  • 62% પ્રથમ ડોઝની ટકાવારી
  • 97022 રસીનો બીજો ડોઝ
  • 24.40% બીજા ડોઝની ટકાવારી
અન્ય સમાચારો પણ છે...