ભાવનગર જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં રવિવારે 109 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં 98 નવા કેસ નોંધાયા હતા જેમાં 54 પુરુષનો અને 44 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 7 દર્દીઓ કોરોનાને માત આપી હતી, જ્યારે ગ્રામ્યમાં પણ 11 કેસ નોંધાયા હતા જેમાં 7 પુરુષનો અને 4 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક દર્દી કોરોનાને માત આપી હતી.
શહેરમાં જે 98 કેસ નોંધાયા હતા. તેમાં સર ટી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ 4, ડોક્ટર 1, ઍક્સેલ કંપનીનો વર્કર 1, એસબીઆઈ નિલમબાગ નો કર્મચારી 1, હોટલ સુમેરુનો એક સ્ટાફ, ફાતિમા કોન્વેન્ટમાં ઘોરણ 6 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, જ્ઞાનમંજરી શાળાનો ઘોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી, એસ ટી વર્કશોપ તળાજા વર્કર સહિત કોરોનાની ઝપટેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કેસો નોંધાયા હતા.
આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 346 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્યમાં 47 દર્દી મળી કુલ 393 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 923 કેસ પૈકી હાલ 393 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.
શહેરમાં 17 દર્દી ટ્રાવેલ હિસ્ટ્રીવાળા
ભાવનગર શહેરમાં આજે કુલ 98 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા અને તેમાં 17 દર્દી બહારગામથી ભાવનગર આવેલા ટ્રાવેલ હિસ્ટ્રીવાળા મળ્યા છે. આ દર્દીઓ ઉદેપુર, અમદાવાદ, દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરાલાથી આવેલા છે. ભાવનગર શહેરમાં હવે બહારગામથી પરત આવેલા દર્દીની તુલનામાં સ્થાનિક કક્ષાએ કોરોનાના કેસવાળા દર્દીઓની સંખ્યા વધતી જાય છે તે દર્શાવે છે કે હવે સ્થાનિક લેવલે કોરોનાની ત્રીજી લહેર પુરી એક્ટિવ થઈ ગઈ છે. અને આગામી દિવસો માટે પીક પર પહોંચશે ત્યારે કેસની સંખ્યા આસમાને આંબશે.
પાલિતાણાની ધર્મશાળામાં કોરોનાનો એકેય કેસ નથી
પાલિતાણાની કોઈ ધર્મશાળામાં બે દિવસથી કોરોના પોઝિટિવ કેસ અને તે પણ ઘણા કેસ આવ્યાની અફવા વહેતી થઈ છે પરંતુ આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી સાથે વાત કરતા જણાવેલ કે કોઈ ટેસ્ટિંગ જ થયા નથી તો કેસ ક્યાંથી આવે. જો કે કોરોનાની દહેશત ખૂબ જ છે તળેટીમાં ચાલતા ધાર્મિક કાર્યક્રમોમાં કોરોનાના નિયમ ન જળવાય તો અત્યારે ભલે અફવા હોય પણ કોરોનાનો વિસ્ફોટ ગમ્મે ત્યારે થઈ શકે છે.
હજી ત્રીજી લહેર એક મહિનો ચાલશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.