કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં આજે નવા 10 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 43 પર પહોંચ્યો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • આજે શહેરી વિસ્તારમાં નવા 9 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો

ભાવનગરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આજે 10 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે 9 નવા કેસ નોંધાયા હતા જેમાં 4 પુરુષનો અને 5 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે શહેરમાં 9 કેસ નોંધાયા છે તેમાંથી 5 વડોદરા -1, અમદાવાદ-1, બોમ્બે- 1 અને શંખેશ્વર - 2 ની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, જ્યારે 4 કેસની કોઈ હિસ્ટ્રી નથી, જયારે ગ્રામ્યમાં આજે 1 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોનાના નવા કેસમાં શહેરમાં 4 પુરુષ અને 5 મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં એક સ્ત્રીનો કેસ નોંધાયો, આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 40 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 3 દર્દી મળી કુલ 43 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 556 કેસ પૈકી હાલ 43 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 299 દર્દીઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...