દિકરીઓએ માતાને કાંધ આપી:ભાવનગરમાં દિકરી દિકરા સમોવડી બની, પુત્રીઓએ માતાને કાંધ આપી મુખાગ્નિ આપ્યો

ભાવનગર10 મહિનો પહેલા
  • મૃતક માંને કાંધ આપી અગ્નિદાહ આપી ત્રણેય બહેનોએ સમાજને નવો રાહ ચીંધ્યો

ભાવનગર શહેરના ભરતનગર યોગેશ્વરનગરમાં રેહતા ત્રણ દિકરીઓએ દિકરા સમોવડી બની પોતાની માતાને કાંધ આપી સ્મશાનમાં પહોંચી ચિતાને અગ્નિદાહ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા.

ભાવનગર શહેરના ભરતનગર યોગેશ્વરનગરમાં રહેતા 85 વર્ષીય વસંતબેન હરગોવિંદભાઈ ધામેલીયાનું અવસાન થતા તેમની 3 પુત્રીઓ રેખાબેન જયસુખભાઇ રાઠોડ, હર્ષાબેન સુરેશકુમાર દસાડિયા અને પ્રવિણાબેન નરેશકુમાર બુધેલીયાએ માતાને કાંધ આપી હતી અને છેક સ્મશાન સુધી જઈ પુત્રીઓએ માતાને મુખાઅગ્નિ આપી હતી. પુત્રીઓએ માતાની મમતાને ખરા હૃદયથી સંસ્મરણમાં કાયમ માટે ભરી હતી. આમ માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી, આમ દીકરાની ખોટ દીકરીઓ એ પૂરી કરી સમાજને એક પ્રેરણા આપી છે. તેમ વિપુલભાઇ હિરાણીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...